Explore

Search

February 4, 2026 9:41 am

IAS Coaching

નાસિકથી બેફામ આવતા 15 ટેમ્પો ચાલકો સામે ગુનો.

નાસિકથી બેફામ આવતા 15 ટેમ્પો ચાલકો સામે ગુનો, જીવ જોખમમાં મુકતા હોય પોલીસની કાર્યવાહી.

 

મહારાષ્ટ્ર નાસિકથી શાકભાજી અને ફળ, ફ્રૂટ ભરી જતાં પીકપ ટેમ્પો ચાલકો નાનાપોઢાથી ચીવલ થઈ પારડી તરફ આવવાના માર્ગે બેફામ અને પૂરપાટ ઝડપે વાહન હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા હોય પારડી પોલીસે આવા 18 વાહનચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો.

પારડી પોલીસે નાસિકથી નીકળી નાનાપોઢા થઈ પારડી બેફામ રીતે આવતા પીકઅપ ટેમ્પો ચાલકો પર લાલ આંખ કરી 13-8-2024ના મધ્યરાત્રથી વહેલી સવાર સુધી પારડી જકાતનાકા પાસે ચેકિંગ હાથ ધરી ઓવર સ્પિડ આવતા 15 પિકઅપ ટેમ્પો ચાલકોને ઝડપી પાડ્યા હતા અને તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી .

કેટલાક ટેમ્પામાં શાકભાજી, ફૂલનો જથ્થો હોય જે બગડે નહી તે માટે પોલીસે ટેમ્પો ચાલકોને અન્ય વાહન મંગાવી તેમના ગંતવ્ય સ્થાને રવાના કરાવ્યા હતા. પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીને લઈ પિકઅપ ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બેફામ પિકઅપ હંકારી જનારા ચાલકો પર નિયંત્રણ લાવવા પોલીસ સમયાંતરે આવું ચેકિંગ કરતી રહે તેવી હાલ લોકોની માગ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot