Explore

Search

February 4, 2026 11:25 am

IAS Coaching

ફિલ્મીઢબે દારૂ ઝડપાયો

વલસાડના વેલવાચથી પોલીસે પિકઅપમાં ઘાસની આડમાં લઈ જવાતો 2280 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો, ડ્રાઈવર ફરાર

વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વેલવાચ પાસે પિકઅપ ટેમ્પોને અટકાવતા ચાલક પિકઅપ લઈને વાંકલ તરફ ભાગી ગયો હતો. જેથી પોલીસની ટીમે ફિલ્મીઢબે પિકઅપનો પીછો કર્યો હતો. ત્યારે ફલધાર પાસે પિકઅપ ચાલક પોતાનું વાહન મૂકી ભાગી ગયો હતો. પોલીસની ટીમે પિકઅપમાં ચેક કરતા લીલા ઘાસચારાની આડમાં લઈ 2280 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પિકઅપ અને દારૂનો જથ્થો મળી કુલ 8.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ SP કરનરાજ વાઘેલાએ શ્રાવણ માસ નિમિત્તે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પોલીસ જવાનોને સૂચના આપી હતી. જેથી વલસાડ રૂરલ પોલીસ મથકના PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વેલવાચ ગામ પાસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે સામેથી આવતા એક પિકઅપ ટેમ્પો પર પોલીસની ટીમને શંકા જતા તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો.

પિકઅપના ચાલકે દારૂના જથ્થા સાથે વલસાડ રૂરલ પોલીસની ટીમે પકડાઈ જવાની બીકે પોતાનું વાહન વાંકલ તરફ હંકારી ગયો હતો. વલસાડ રૂરલની ટીમે પિકઅપ ટેમ્પોનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જે દરમિયાન પિકઅપ ચાલક ફલધરા કુંભરવાડ પાસે પોતાનું પિકઅપ મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસની ટોમે લીલા ઘાસની આડમાં લઈ જવાતો 2280 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને પિકઅપ મળી કુલ 8.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પિકઅપ ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat

 

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot