પારડીના મોતીવાડા નેશનલ હાઇવે નં 48 ના બ્રિજ પરથી મંગળવારના રોજ બપોરે બે એક વાગ્યાની આસપાસ અલ્ટ્રોઝ કાર નંબર GJ-27-EC-6623 વાપી તરફ જઈ રહી હતી ત્યારે આ કારનું ટાયર અચાનક ફાટતાં કાર સામેના ટ્રેક પર ધસી આવી હતી અને જ્યાંથી પસાર થતી I20 કાર નંબર DD-03-H-2135 સાથે ધડાકાભેર અથડાઇ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બંને કારમાં ભારે નુકશાન પહોચવા પામ્યું હતું. જ્યારે અલ્ટ્રોઝ કારમાં સવાર દંપતીને નાની મોટી ઇજા પહોચી હતી અને I20 કાર સવારને પણ સમાન્ય ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બંને કાર સવારો માથી કોઈ પણ મંગળવારના સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાની વિગતો મળવા પામી હતી. બન્ને કાર સામ સામે અથડાતા કચ્ચરઘાણ થઇ હતી.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





