Explore

Search

February 4, 2026 11:25 am

IAS Coaching

બાલદેવીમાં પ્રેમી યુગલ વચ્ચે ઝઘડામાં એસિડ ભરેલો ડબ્બો ચૂલામાં પડતાં આગ

દાનહ સેલવાસના બાલદેવી ગામે એક ચાલીની રૂમમાં પ્રેમી યુગલ વચ્ચે થયેલા ઝઘડામાં અચાનક એસીડ ભરેલો ડબ્બો સળગતા ચૂલામાં પડતાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં રૂમ સ્વાહા થઇ ગઇ હતી જોકે લાશ્કરે તૂરંત આગ કાબૂમાં લેતા ચાલી ચપેટમાં આવતા બચી ગઇ હતી.સદનશીબે ઘટનામાં કોઇ દાઝ્યુ ન હતું. બાલદેવી ગામે પ્રેમી યુગલ કોઈક કારણસર લડી રહ્યા હતા આ રૂમમાં 22વર્ષીય યુવક રહેતો હતો જેને મસાટ ખાતે રહેતી 31વર્ષીય પરિણીતા મળવા આવતી હતી અને કોઈક દિવસ રાત્રે અહીં જ રોકાઈ પણ જતી હતી.

ગત રોજ સાંજે મહિલા આવી તો બન્ને વચ્ચે રહેવા બાબતે ચકમક થઇ હતી અને પ્રેમીએ કહ્યુ કે, એ હવે આ ચાલીમાં રહી શકે એમ નથી. અહીં રહેતા લોકોને આપણા સબંધ બાબતે ખબર પડી ગઈ છે.પ્રેમિકાએ જણાવ્યુ કે, મારા પતિને આ જગ્યા અંગે ખબર નથી. જેથી અહીં જ આપણે સેફ છીએ જેથી બીજી જગ્યા પર રૂમ લેવાની ના પાડી રહી હતી. આ બાબતે ઝગડો ચાલી રહ્યો હતો અને ઝઘડામાં ધક્કો લાગતા એસિડ ભરેલો ડબ્બો નજીકમાં ચુલો સળગી રહ્યો હતો તેમાં પડતા અચાનક આગ પકડી લીધી હતી.

જ્વલનશીલ વસ્તુઓના કારણે આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી.અને રૂમના ઉપરના પતરા પણ તૂટી ગયા હતા. આગની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.લોકોનું ટોળું ભેગું થઇ જતા પ્રેમી યુવક અને પરિણીતા પ્રેમિકા એમનો ભેદ ખુલી જવાના અને પકડાઈ જવાના ડરે ભાગી ગયા હતા.આ ઘટનામાં રૂમમાં મુકવામાં આવેલો કેટલોક સામાન બળી ગયો હતો.જો ફાયર વિભાગે સમયસર આગ કાબૂમાં લેતા ચાલીની બીજી રૂમમાં આગ ફેલાતી અટકી હતી.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot