Explore

Search

February 4, 2026 11:24 am

IAS Coaching

રૂ. 4.80 કરોડની ઠગાઈ મામલે ઝડપાયેલા આરોપી બાબુ ઠાકુરની રેગ્યુલર જામીન અરજી નામંજૂર.

વલસાડની મહિલા બેંકમાં ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે 8થી વધુ લોન મંજુર કરી 4.80 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. 

બેંકના મહિલા ડિરેક્ટરોએ કૌભાંડ પકડી પાડ્યા બાદ વલસાડ સીટી પોલીસ મથકે મહિલા બેંકમાં પૂર્વ મેનેજર સહિત સંડોવાયેલા 11 ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ મહિલા બેંક સાથે ગુનાહીત કાવતરું રચી બેંક સાથે છેતરપીંડી કરી ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવી 4.80 કરોડની લોન લઈ ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી લોન લઈ તે રૂપિયા ભરપાઈ નહિ કરનારા બાબુ જયેશસિંઘ ઠાકુરની ધરપકડ બાદ આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

જે બાદ જેલમાંથી મુક્ત થવા બાબુ જયેશસિંહ ઠાકુરે વલસાડની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કકરી હતી. 

જે અરજી ઉપર GDP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ વી કે પાઠકે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot