Explore

Search

February 4, 2026 2:29 pm

IAS Coaching

આવજા બંધ થઇ, વલસાડની વાંકીનદીના ધસમસતા પાણીમાં કાર તણાઇ, ચાલકનો બચાવ

લો-લેવલ પુલ ઉપરથી કારચાલકે પસાર થવા પ્રયાસ કરતા કાર તણાઇ

વલસાડના ભોમાપારડી અને કાંજણરણછોડ વચ્ચે વાંકીનદીના લો લેવલ પુલ ઉપરથી ધસમસતા પાણી ફરી વળ્યા હતાં. પુલ પરથી આજૂબાજૂના ગામોમાંથી લોકોની આવજા બંધ થઇ ગઇ હતી. શનિવારે સવારથી જ ભારે વરસાદના પગલે વાંકીના લો લેવલ પુલ પરથી ધસમસતા પાણી ફરી વળ્યા હતા. ત્યારે એક કારચાલકે નદીના પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરતાં વહેણના જોશના કારણે કાર સાઇડ પર ઘસડાવા લાગતાં જ કાર ચાલકે કાર છોડી બહાર નિકળી ગયો હતો. જેને લઇ કારચાલકનો જીવ બચી ગયો હતો. જ્યારે કાર ખેંચાયને રેલિંગ પાસે અટકી ગઇ હતી. આ ઘટનાને લઇ પુલના કિનારે લોકો ભેગા થઇ ગયા હતા. છેવટે ટ્રેકટર બોલાવીને દોરડાંથી કારને પાણીમાંથી ખેંચવાના પ્રયાસ કરાયા હતા,પરંતું નદીના પાણીનું વહેણ વધારે જોશમાં હોવાથી કાર તણાઇ ગઇ હતી.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot