એસજી હાઇવે પર નબીરાઓએ ગાડીઓનો કાફલો કાઢીને રસ્તો કર્યો બ્લોક, પોલીસતંત્ર દર્શક બનીને જોતું રહ્યું.

ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા કેટલાક નબીરાઓ દ્વારા ગીફ્ટ સીટી પાસેના ચાર રસ્તા પાસે લક્ઝરી ગાડીઓમાં સ્ટંટ કર્યાનો વીડિયો વાઇરલ થયો હતો.
એસ જી હાઇવે પર નબીરાઓએ 10 જેટલી ગાડીઓને મનફાવે તેમ ચલાવી રસ્તા પર અન્ય વાહનચાલકો માટે રસ્તો બ્લોક કરી દીધો હતો. મહત્વની બાબત એ છે કે જ્યારે આ નરાધમોએ રસ્તા પર કાફલો લઈને નીકળ્યા ત્યારે તેઓ ટ્રાફિક પોઇન્ટ પરથી પણ પસાર થયા હતા. તેમ છતાં, પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હવે કાયદેસરની કાર્યવાહી કરવા જાગી છે.

આ અંગે નંબર પ્લેટના આધારે કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ શકી નથી. સિંધુ ભવન રોડ પર નિયમિત રીતે ઓવર સ્પીડ વાહન ચલાવવાના કિસ્સા સામે આવે છે. તેમ છતાં મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





