Explore

Search

February 4, 2026 2:38 pm

IAS Coaching

વલસાડમાં વરસાદનું રેડએલર્ટ, કપરાડા, વલસાડ અને ધરમપુરમાં સાત-સાત ઈંચ વરસાદ

વલસાડમાં વરસાદનું રેડએલર્ટ, કપરાડા, વલસાડ અને ધરમપુરમાં સાત-સાત ઈંચ વરસાદ, ઔરંગા નદીના ઘોડાપૂરના કારણે 1152 લોકોનું સ્થળાંતર કરાયું.

રાજ્યમાં મોન્સૂનની 3 સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. વહેલી સવારથી વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં મેઘરાજાએ ઇનિંગની ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી. જેને લઈને વલસાડ શહેર અને વાપી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડ શહેરમાં પુરની સ્થિતિ સર્જાતા 1152 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વલસાડના વેજલપોર વિસ્તારમાં આવેલા કેટલાક મકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોના ઘરોની અંદર ઔરંગા નદી અને વરસાદી પાણીનો ભરાવો થયો હતો. સ્થાનિક લોકોએ જીવન જોખમે મહિલાઓનું રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી. વલસાડના જુના કોસંબા રોડ ઉપર આવેલી વાડીમાં કામ કરતા 2 ઈસમો 3 કલાકથી ઝાડમાં બેસી રહ્યા હતા. વલસાડ ખાતે રોકાયેલી NDRFની ટીમે સુરક્ષિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને ઇસમોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાને અડીને આવેલા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પડેલા મુશળધાર વરસાદના પાણી ઔરંગા નદીમાં આવ્યા હતા. ભૈરવી ખાતે ઔરંગા નદી ભયજનક સપાટીએ વહેવા લાગતા વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોર્ડમાં જોવા મળ્યું હતું. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાઈ તે પહેલાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સમયસર એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીર નગરમાં વહેલી સરવાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જે બાદ પણ ઔરંગા નદીનું જળ સ્થર વધતા બરૂડિયાવાડા, વેજલપોર, લીલાપોર સહિતના ઔરંગા નદીના તટ વિસ્તારમાં રહેતા 1152 લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા 146 અને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવતા 2 તેમજ 8 અન્ય રસ્તાઓ મળી કુલ 156 રસ્તાઓ ઉપર નદીના પાણી ફરિવાલયા હોવાથી વાહન વ્યવહાર અને અવર જવર માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના વાપી અને કપરાડા તાલુકામાં 1-1 ટેમ્પો ચાલકે રસ્તા ઉપરથી વહેતા પાણીમાં ટેમ્પો કાઢવા જતા ટેમ્પો તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોની સમયસુચકતાને લઈને બંને ટેમ્પો ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણીનો ભરાવો થવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot