Explore

Search

February 4, 2026 11:26 am

IAS Coaching

વાપીની સોસાયટી મિટિંગમાં પ્રમુખ દારૂના નશામાં આવ્યો

વાપીની એક સોસાયટીમાં મીટિંગમાં પ્રમુખ જ પીધેલી હાલતમાં લવારા બકવાસ કરતા પોલીસને કોલ કરાયો હતો. પોલીસે આરોપી પ્રમુખ સામે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી છરવાડા કોપરલી રોડ ખાતે રાજ સફાયર બિલ્ડીંગની સોસાયટીમાં ગુરૂવારે મીટિંગ રાખવામાં આવી હતી. તે દરમિયાન સોસાયટીનો પ્રમુખ ગણેશ રાજારામ પાટીલ ઉવ. 40 મીટિંગમાં દારૂ પીધેલી હાલતમાં આવી લવારા બકવાસ કરવા લાગ્યો હતો. જેથી સોસાયટીના સભ્યોએ આ અંગે વલસાડ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા ડુંગરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. સોસાયટીમાં પહોંચતા પ્રમુખ ગણેશ પાટીલ દારૂના નશામાં હોવાનું બહાર આવતા તેની સામે અટકાયતી પગલા લઇ પ્રોહીબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot