Explore

Search

February 4, 2026 2:38 pm

IAS Coaching

વરાછાની ઘટનામાં ક્રેન ઓપરેટરનો ખુલાસો.

મેટ્રોની ક્રેન તૂટવાની ઘટના ભૂલ નહીં પણ ઇરાદાપૂર્વકનું કૃત્ય, કોન્ટ્રાક્ટરે લોન્ચરનું ખોટું વજન આપતા ઘટના બની.

✅વજન તેનાથી વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ: ઓપરેટર વરાછાની ઘટનામાં ક્રેન ઓપરેટરનો ખુલાસો, ક્રેન લોન્ચર ઉપાડી શકે તેમ ન હતી છતાં ફરજ પડાઈ.

✅વરાછામાં મેટ્રોની ક્રેન બંગલો પર તૂટી પડવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં લોન્ચરને લિફ્ટ કરતી ક્રેન પણ તૂટી ગઈ હતી. ક્રેન માલિકને પણ કરોડોનું નુકસાન થયું છે. તેમણે બંગલાના માલિકની માફી માંગી કહ્યું કે કોન્ટ્રાક્ટર કંપનીએ લોન્ચરના વજન વિશે ખોટી માહિતી આપી હતી.

✅આપણું નુકસાન કોણ ભરપાઈ કરશે? ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને શોકોઝ ફટકારવા કવાયત શરૂ કરી છે. જો રણજીત બિલ્ડકોનનો જવાબ સંતોષકારક નહીં મળે તો તેની સામે કાર્યવાહી કરાશે.

✅બીજી તરફ કોન્ટ્રાક્ટર કંપનીએ લોંચરને ઉપાડવા જે ક્રેન ભાડે લીધી હતી તેના ઓપરેટરે બંગલા માલિક મહેશ દેસાઈની માફી માંગી કહ્યું કે કોન્ટ્રાક્ટર કંપનીએ આપેલો લોન્ચર લિફ્ટિંગનો શેડ્યૂલ યોગ્ય ન હતો. લોડ વિશે ચોક્કસ માહિતી અપાઈ ન હતી. અમારી ક્રેન મહત્તમ 130 ટન વજન જ ઊંચકી શકે છે, જ્યારે LG બોક્સનું વજન વધુ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી.

✅ક્રેન સંપૂર્ણ ડેમેજ, રિપેર શક્ય નથી, કરોડો રૂપિયા ડૂબ્યા: ક્રેન ઓપરેટર

✅ ક્રેન માલિકે જણાવ્યું હતું કે, ક્રેન લોન્ચર ઉપાડવા તૈયાર ન હતી છતાં ડ્રાઇવરને કામ કરવાની ફરજ પડાઈ હતી. આ કામ માટે કોન્ટ્રાક્ટર કંપનીએ સંપર્ક કર્યો ત્યારે લોન્ચરના વજન વિશે માહિતી આપી ન હતી. જ્યારે કામગીરી શરૂ થઈ ત્યારે પણ ક્રેન ચાલકે ઇનકાર કર્યો હતો છતાં લોન્ચર મશીન ઇન્સ્ટોલ કરવાની ફરજ પડાઈ અને ઘટના બની. ક્રેન ડ્રાઈવરે બંગલાના માલિકને કહ્યું કે અમે કોન્ટ્રાક્ટરના માણસોને ના પાડતા રહ્યા પરંતુ તેમણે કામ કરવા દબાણ કર્યું હતું. અમારી ક્રેન સંપૂર્ણ બરબાદ થઈ ગઈ છે, તેની કિંમત 10 કરોડ આસપાસ છે, જે હવે રિપેર પણ કરી શકાય તેમ નથી.

 

મેટ્રોની અમદાવાદ-દિલ્હીની નિષ્ણાત ટીમે ક્રેનની ક્ષમતા સહિતની ચકાસણી કરી.

✅ ક્રેનના ખોટા શેડ્યુલનો મુદ્દો અમારા ધ્યાને આવ્યો નથી: મેટ્રો અધિકારી.

રિપોર્ટર : ઈમરાન ખાન (સુરત) ????7016592366

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot