Explore

Search

February 4, 2026 8:14 pm

IAS Coaching

કપરાડા તાલુકાના વડોલી માલઘરથી ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી 1.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કપરાડા વન વિભાગે વડોલી માલઘર ગામથી ખેરના લાકડા ભરેલો ટેમ્પોને ઝડપી પાડ્યો હતો.વનવિભાગે 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપરાડા વન વિભાગથી મળતી માહિતી મુજબ કપરાડા વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, વડોલી માલઘર ગામ પાસેથી ખેરના લાકડા ભરી ગેરકાયદે રીતે તસ્કરી થવાની હોય તેના આધારે વન વિભાગે વડોલી માલઘર પાસે વોચ ગોઠવી બાતમી વાળો ટેમ્પો નં. MH 41 AG 0324 આવતા ટેમ્પોને રોકી તપાસ કરતા ટેમ્પોમાંથી ખેરના 85 નંગ લાકડા મળી આવ્યા હતાં.વન વિભાગે ખેરના લાકડા, ટેમ્પો મળી કુલ. 1.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.વન વિભાગે મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.કપરાડા અને ધરમપુર વિસ્તારમાંથી ખેરના લાકડા ઝપડવાના બનાવો સતત વધી રહ્યાં છે. આ વિસ્તારોમાં લાકડાચોરીનું રેકેટ ચાલતાં હોય છે. અવર નવર ફોરેસ્ટ વિભાગની ટીમ રેડ પણ કરે છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot