Explore

Search

February 4, 2026 8:16 pm

IAS Coaching

હવામાન: દાનહમાં 24 કલાક 14 ઇંચ થી વધુ વરસાદ

10 દરવાજા 2 મીટર સુધી ખોલવામા આવ્યા

દાદરા નગર હવેલીમા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.ચોવીસ કલાકમા 14.13ઇંચ જેટલો વરસાદ પડયો ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમા પાણી ભરાયા હતા અને નદીઓ બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.સેલવાસ અને દાદરામા પાચ જગ્યા પર ઝાડો તુટી પડયા હતા જેને ફાયર વિભાગની ટીમે કટર દ્વારા કાપી રસ્તાઓ ખુલ્લા કરવામા આવ્યા હતા.દાદરા ગાર્ડન પાસે તોતિંગ વૃક્ષની ડાળીઓ તુટી પડતા થોડો સમય માટે વાહન વ્યવહારને અસર થઇ હતી ફાયરની ટીમ પોહચી નમી પડેલ ડાળીઓ અને તૂટી પડેલ ઝાડોને દુર કરવામા આવ્યા હતા.

સેલવાસના પીપરીયા વિસ્તારમા સનફાર્મા કંપની નજીક એક ઝાડ નીચે બે વ્યક્તિઓ બાઈક લઈને ઉભા હતા તે સમયે અચાનક ઝાડ તુટી પડતા બંને વ્યક્તિ બાઈક સાથે ઝાડ નીચે દબાઈ ગયા હતા જેઓને ફાયરની ટીમ પોહચી ઝાડને કાપી દુર કરી અંદર જે બે વ્યક્તિ ફસાયા હતા જેઓને બહાર કાઢી જેઓને ઇજા થયેલ હોવાને કારણે એમ્બ્યુલન્સમા સારવાર અર્થે હોસ્પીટલમા મોકલવામા આવ્યા હતા. ઉપરવાસમા ભારે વરસાદ હોવાને કારણે મધુબન ડેમમા પાણીની આવક વધતા ડેમના દસ દરવાજા બે મીટર જેટલા ખોલવામા આવ્યા હતા. સેલવાસમાં ચોવીસ કલાકમા 359.2 એમએમ 14.13 ઇંચ વરસાદ પડયો છે. ખાનવેલમા 196.0એમએમ 7.72 ઇંચ વરસાદ પડયો છે. 

સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 2509.2 એમએમ 98.79 ઇંચ અને ખાનવેલમા 2266.1 એમએમ 89.22 ઇંચ થયો છે. મધુબન ડેમનુ લેવલ 75.35 મીટર છે ડેમમાં પાણીની આવક 58012 ક્યુસેક છે અને પાણીની જાવક 92864 ક્યુસેક છે. હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot