ગલોંડા પંચાયતે અપાર ઇન્ડસ્ટ્રીઝ પર કર્યા આક્ષેપ
દાનહના ગલોન્ડા પંચાયતે અથોલા સ્થિત અપાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલ વાળુ પાણી સીધું નદીમાં છોડતા તેનો વિરોધ કરી જીલ્લા પંચાયત સીઇઓ અને ડીપીઓને તેની ફરિયાદ કરી છે. આ ઘટના અંગેની જાણ કલેકટર અને પોલ્યુશન વિભાગને પણ કરવામાં આવી છે.

દાનહના ગલોન્ડા પંચાયતના ઉપસરપંચના જણાવ્યા અનુસાર અથોલા સ્થિત અપાર ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ચોમાસામાં વરસાદનો લાભ લઇ કેમિકલવાળું પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે આજુબાજુના બોર અને કુવાઓના પાણી પણ ખરાબ થઈ ગયા છે. બે દિવસ અગાઉ જ્યારે ભારે વરસાદ પડ્યો હતો તે સમયે કંપની દ્વારા કેમિકલ વાળુ પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં વરસાદ બંધ થતાં નદીમાં પાણી ઓછુ થઇ જતા નદી કિનારે જઈ જોતા કંપની દ્વારા જે કેમિકલવાળું પાણી છોડવામાં આવેલ તે સ્પષ્ટ દેખાય છે. જેના કારણે માછલીઓના પણ મોત થયા છે. કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું ગલોન્ડા પંચાયતના અથોલા તૂરી ફળિયામાં આવેલ અપાર કંપની સહિત અન્ય કંપની વિરુદ્ધ નદીમાં કેમિકલ વાળુ પાણી છોડતા માછલીઓના મોત અંગે 21/03/2023ના રોજ પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આવી જ રીતે ગલોન્ડા પંચાયત દ્વારા ત્રણથી ચાર વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





