સેલવાસના યોગીહીલ સોસાયટીમા રહેતા રાજીવભાઈ ભીલાડથી પરત એમના ઘરે આવવા સ્કૂટી પર નીકળ્યા હતા

તે સમયે વરસાદ પણ જોરમા ચાલુ હતો અને રીંગ રોડ પર એકદંત સોસાયટી નજીકથી રસ્તા પર ટર્ન મારવાના પ્રયાસમા પાણી ભરેલા અંદાજીત આઠ ફુટ ઊંડા ખાડામા એમની સ્કૂટી સાથે પટકાયા હતા આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમ પોહચી રાજીવભાઈ અને એમની સ્કૂટીને સહીસલામત બહાર કાઢ્યા હતા આ ઘટનામા રાજીવભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો.આ રીંગ રોડ હાઇમાસ્ટ લાઈટ લગાવવા માટે ખાડો ખોદવામા આવ્યો હતો પરંતુ આ ખાડાની આજુબાજુ કોઈપણ પ્રકારના સાવચેતીના બોર્ડ કે બેરીકેટ લગાવવામા આવ્યા ના હતા જેના કારણે રાજીવભાઈ એમની સ્કૂટી સાથે સીધા જ આઠ ફુટ ઊંડા ખાડામા પટકાયા હતા.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





