Explore

Search

February 4, 2026 8:16 pm

IAS Coaching

પૂર્વ પ્રેમીની કરતૂત:બ્રેકઅપ બાદ પ્રેમિકાએ વાત કરવાની ના પાડતાં પૂર્વ પ્રેમીનો પિત્તો ગયો, ભરબજારે લાફા મારતાં પોલીસ ફરિયાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક યુવતી 1 વર્ષ પહેલાં સોશ્યલ મીડિયાના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી. વાતચીત પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. 4 માસ પહેલા ઘટના અંગે પરિવારના સભ્યોને જાણ થતાં યુવતીએ યુવક સાથે સંબંધ તોડી નાખ્યા હતા. યુવતી કંપનીમાંથી નોકરી પુરી કરી ઘરે જવા નીકળી હતી. સંજાણ બજારમાં યુવકે યુવતીને અટકાવી તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો. યુવતીએ યુવક સાથે કોઈ સંબંધ રાખવાની ના પાડતા એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતીને જાહેરમાં થપ્પડ માર્યા હતા. ઘટના અંગે યુવતીના પરિવારના સભ્યોને જાણ થતા યુવતીએ એક તરફી પ્રેમમાં પાગલ પૂર્વ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક 19 વર્ષીય યુવતી રીટા (નામ બદલ્યું છે) તેના બહેન બનેવી સાથે રહે છે. 1 વર્ષ પહેલાં નજીકમાં રહેતા નરેશ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ હતી. અને રીટા અને નરેશ એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ રીટા અને નરેશ એક બીજાને મળવા લાગ્યા હતા. રીટા અને નરેશ વચ્ચે પ્રેમ સંબંધમાં વાત પરિવર્તિત થઈ હતી.

4 માસ પહેલા રીટા અને નરેશના સંબંધ વિશે રીટાના બહેન બનેવી અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ થઈ ગઈ હતી. રીટાએ પરિવારના સભ્યોને જણાવ્યા અનુસાર રીટાએ નરેશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. જે બાદ રીટા નોકરીની શોધખોળ કરતા 1 માસ પહેલા કંપનીમાં નોકરી મળતા નોકરીએ જતી હતી. 26 ઓગષ્ટની સાંજે રીટા કંપનીમાંથી છૂટ્યા બાદ કંપની નજીક આવેલા રીક્ષા સ્ટેન્ડ ઉપર રિક્ષાની રાહ જોઈ ઉભી હતી. જે દરમ્યાન પૂર્વ પ્રેમી નરેશ તેની પાસે આવી વાત કરવા જણાવતા રીટાએ તેની સાથે કોઈપણ વાતચીત કરવાની ના પાડી હતી. જેથી નરેશે રીટાને ઘર પાસે આવવા જણાવી મોટર સાઇકલ લઈ નરેશ જતો રહ્યો હતો.

જે બાદ યુવતી તેના ઘર નજીક આવેલી એક દુકાનમાં વડાપાવ લેવા ગઈ હતી. ત્યારે નરેશે રીટા પાસે પહોંચી તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા રીટાને નરેશે દબાણ કર્યું હતું. રીટાએ નરેશ સાથે કોઈપણ વાત કરવાની કે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેથી ગુસ્સે ભરાયેલા નરેશે રીટાનો હાથ પકડી મોચવી કાઢ્યો હતો. અને નરેશે રીટાને ઝાપટો ચોળી દીધી હતી. નજીકમાં ઉભેલા સ્થાનિક લોકો દરમ્યાન ગિરી કરવા જતાં સ્થાનિક લોકોને દરમ્યાન ગિરી ન કરવા જણાવી નરેશે રીટાને વધુ 5-7 ઝાપટ ચોળી દીધી હતી. ઘટના અંગે રીટાના બનેવી અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક રીટા પાસે દોડી આવ્યા હતા. 

ઘટના અંગે ઉમરગામ પોલીસ મથકે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પૂર્વ પ્રેમી નરેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે રીટાનું નિવેદન નોંધી ઘટના સ્થળ ની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot