Explore

Search

February 4, 2026 8:21 pm

IAS Coaching

પિતાના મિત્રએ જ માસૂમ સાથે અડપલાં કર્યા:

પિતાના મિત્રએ જ માસૂમ સાથે અડપલાં કર્યા:માતા જોઈ જતા બૂમાબૂમ કરી મૂકી, આરોપી ગુજરાત બહાર જાય તે પહેલા જ પોલીસે દબોચ્યો, ટોળાએ વાહનોમાં આગ ચાંપી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામમાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીને તેના પિતાના મિત્રએ ચાલીની ઉપરના બાથરૂમમાં બાળકીને લઈ જઈ અડપલાં કર્યા હતા. બાળકીની માતાને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા યુવક બાળકીને બાથરૂમમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. સાંજે ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસે બાળકીની માતાની ફરિયાદ નોંધી હતી. હિન્દૂ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉમરગામ પોલીસ મથક બહાર આવી હંગામો મચાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની ટીમની મદદ લઈને મહારાષ્ટ્ર ના પાલઘર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં મહારાષ્ટ્ર તરફ જતા ઝડપી પાડ્યો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રહેતા એક શ્રમિક પરિવાર ઉમરગામ વિસ્તારમાં આવેલી ચાલીમાં રહે છે. તેમની 3 વર્ષની બાળકી નજીકમાં રમી રહી હતી. બાળકીના પિતાના મિત્રએ 27મી ઓગષ્ટની બપોરે બાળકીને લોભામણી લાલચ આપી બાળકીને ચાલીની ઉપરના બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરતો હતો. ચાલીમાં બાળકીની શોધખોળ કરતી માતા જોઈ લેતા તાત્કાલિક બાળકીને તેની પાસે બોલાવી બૂમાબૂમ કરી મૂકી હતી. અચાનક બાળકીની માતા આવી પહોંચતા વિધર્મી યુવક તાત્કાલિક બાળકીને મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ઘટના અંગે બાળકીને માતા એ તેના પતિને ઘટનાની જાણ કરી હતી. બાળકીના પિતાએ તાત્કાલિક ચાલી ઉપર આવી પત્ની પાસેથી સમગ્ર ઘટના ક્રમ જાણ્યો હતો. ઘટના અંગે સાંજે બાળકીના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલાં કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોકસો એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પીલિસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ SP કરનરાજ વાઘેલાના માગ્દર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને આડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકો અને હિન્દૂ સંગઠનના લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.

ઘટના અંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરને ઘટનાની જાણ થતાં તે પણ ઉમરગામ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. વલસાડ SPએ ઉમરગામના ધારાસભ્ય અને હિન્દૂ સંગઠનના અગ્રણીઓ અને પરિવારના સભ્યો સાથે બેઠક કરીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લખાયા બાદ કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. સાથે આરોપીને કડકમાં કડક સજા કરાવશે તેવું આશ્વાસન ડો. કરનરાજ વાઘેલાએ બાળકીના પરિવારના સભ્યો અને અગ્રણીઓને આપ્યું હતું.

બાળકીને ઉમરગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની જાણ સ્થાનિક લોકોને થતા ઉમરગામ પંથક અને પોલીસ સ્ટેશન આગળ મામલો તંગ બન્યો હતો. ભેગા થયેલા લોકોને વલસાડ જિલ્લા પોલીસ અને ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મામલો શાંત કરવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા કેટલાક તોફાની તત્વોએ પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાના પગલે વલસાડ જિલ્લા પોલીસે બાળકીનું મેડિકલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ઉમરગામ પોલીસની ટીમે બાળકીનું અને તેની માતાનું જરૂરી નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી ઉપર વિધર્મી યુવકે કરેલા અડપલા બાદ સ્થાનિક આગેવાનોએ ઉમરગામ બંધનું એલાન આપતા તકેદારીના ભાગ રૂપે ઉમરગામની તમામ શાળા અને આંગણવાડી આજે બંધ રાખવામાં આવી છે. રાત્રી દરમ્યાન તોફાની તત્વોએ ઘણા વાહનોને આગ ચાંપી દેવાની ઘટના બનતા વલસાડ જિલ્લા પોલીસે ઘણા તોફાની તત્વો સામે કાર્યવાહી પણ કરી છે. ઉમરગામ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટે તે માટે સતત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં હાલ જરૂરી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ઉમરગામ શહેરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે. જનજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot