Explore

Search

February 4, 2026 12:49 pm

IAS Coaching

મહારાષ્ટ્ર સરહદે દાનહ આવતા ભારે વાહનો રોકી CPM કાર્યકરોનો વિરોધ

દાનહના રખોલી દમણગંગા બ્રીજ છેલ્લા 12 જૂનથી પ્રશાસને ભારે વાહનો ઉપર પ્રતિબંધ લાદેલો હોય અને બ્રીજ પર પડેલ ગાબડું રિપેર કરાતું ન હોવાથી રોષે ભરાયેલા કોમ્યુનિસ માર્સવાદી પાર્ટીના કાર્યકરોએ મહારાષ્ટ્ર સરહદે ધસી જઇ દાનહ આવતા ભારે વાહનોને રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદી પરના પુલ પર 12જૂનના રોજ તિરાડ પડતા પ્રશસનની ટીમ દોડતી થઇ ગઈ હતી અને બાદમાં જે જગ્યા પર તિરાડ પડી હતી તેની આજુબાજુનો સ્લેબ તોડી સાત ફૂટ જેટલુ ગાબડું થઇ ગયું હતું જેને રીપેર તો કરવામાં આવેલું પરંતુ પ્રશાસન કોઈ જાતનું જોખમ લેવા તૈયાર ન હોવાથી વારંવાર પરિપત્ર કાઢી આ પુલ પરથી ભારે અને કોમર્શિયલ વાહનને પસાર થવા પર પ્રતિબંધ મુક્યો છે અને ખાનવેલ સુરંગી ખેરડી સહિતના ગામોમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં આવતા વાહનોને તલાસરી થઇ દાનહમાં પ્રવેશ કરવાનો આદેશ જારી કર્યો છે.

તલાસરી થઇ ઉદવા ગામના રસ્તાઓની હાલત એકદમ જ ખખડધજ છે અને વારંવાર નાનામોટા અકસ્માતો પણ થતા હોય સીપીએમના કાર્યકર્તાઓએ સોમવારે તલાસરી,ઉદવા ગામે ભારે વાહનોને અટકાવી દાનહ પ્રશાસનનો વિરોધ વ્યક્ત કર્યો હતો જેના કારણે વાહનોની લાંબી લાંબી કતાર લાગી ગઈ હતી. આ જોતા મહારાષ્ટ્ર પોલીસની ટીમ પહોંચી હતી અને સીપીએમના કાર્યકર્તાઓને એમના મુદ્દા અંગે દાનહ પ્રશાસન સાથે ચર્ચા કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot