Explore

Search

February 4, 2026 12:50 pm

IAS Coaching

પારડીના ઉમરસાડી કોસ્ટલ હાઇવે પર કાર ખનકીનાં પાણીમાં ખાબકી

પારડીના ઉમરસાડી કોસ્ટેલ હાઈવે પર દમણથી વલસાડ જતા રોડ પર મોંઘીદાટ ઓડી કાર રોડના સાઇડે ખનકીમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

પારડીના ઉમરસાડી માંગેલવાડ બ્રિજ પાસે મંગળવારે રાત્રિના દમણથી લક્ઝરીયસ મોંઘીડાટ ઓડી કાર નંબર એમએચ 20 સીએસ 4401ના ચાલકે રોડના સાઈડે વરસાદી પાણીના ખનકીમાં ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ઘટનાની જાણ સવારે સ્થાનિક લોકોને થતા પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ ઉપર આવી તપાસ કરતા ચાલક મળી આવ્યો ન હતો. 

કારને ક્રેન વડે ખનકીમાંથી બહાર કાઢી ટોચન કરી પારડી પોલીસ મથકે લાવ્યા હતા. બાદમાં બુધવારે સાંજે કાર ચાલક વિશ્વનાથ બાબુરાવ વાડેકર રહે. પુના મૂળ કોલક, તા.પારડી પોલીસ મથકે હાજર થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, રસ્તામાં ઢોર આવી ચઢતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણીમાં ખાબકી હતી. કારમાં બે લોકો સવાર હતા.

ત્યાંથી પસાર થતા એક બાઈક ચાલક દોડી આવી બંનેને બહાર કાઢતા બચાવ થયો હોવાનું રટણ કર્યું હતું. ઉમરસાડી પાસે કાર ખનકીમાં ખાબકી ગઈ હતી.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot