Explore

Search

February 4, 2026 12:28 pm

IAS Coaching

ઉમરગામ દુષ્કર્મની ઘટના બાદ ધમાલમાં 50થી વધુ સામે FIR.

 

ટોળાંએ કાયદો હાથમાં લેતા પોલીસે લાલ આંખ કરી

આગજની,જાહેર- ખાનગી મિલકતને નુકસાનની કલમ.

ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઇ ખાનગી- અને જાહેર મિલકતને નુક્સાન પહોંચાડવાના ગુનાસર 50થી વધુ લોકો સામે ગુનો દાખલ કરી તેઓની ઉમરગામ પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ગત મંગળવારે ઉમરગામ પાલિકા વિસ્તારની એક ચાળીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે વીધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 

ઉમરગામ શહેરના લોકોમાં ભારે રોષ ફાટી નીકળતા ટોળાએ આરોપીની ધરપકડ કરી ફાંસીની સજા આપોના નારા સાથે ઉમરગામ પોલીસ મથકે ભેગા થઇ સંઘર્ષનું વાતાવરણ ઉભુ કર્યું હતું. ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ કરતા મામલો બેકાબૂ બનતો જોઇ જિલ્લા પોલીસ પ્રશાસન ઉમરગામ ખાતે દોડી આવ્યું હતું. 

નરાધમ આરોપી ગુલામી મુસ્તફાને પોલીસે ફરિયાદ મળ્યાના માત્ર કલાકમાં ચાલતી ટ્રેનમાંથી પાલઘર સ્ટેશનેથી દબોચી દીધો હતો.જોકે ઉમરગામ પોલીસ મથકે ઉશ્કેરાલા ટોળાએ ધમાલ ધમાલ કરતા પોલીસ સાથે સંઘર્ષ શરૂ કર્યો હતો તેમજ એક ટોળું ગાંધીવાડી તરફ પહોંચી જાહેર તેમજ ખાનગી મિલકતને તોડફોડ તેમજ આગજની કરી નુકસાની કરી હતી. ટોળાએ વહેલી સવાર સુધી ઉમરગામ પોલીસ મથક તેમજ ગાંધીવાડી વિસ્તારમાં વાતાવરણ તંગ કરતા આખરે ગાંધીવાડીમાં પોલીસે લાઠી ચાર્જ શરૂ કર્યો હતો.

ઘટનાના બીજા દિવસે સવારે ગાંધીવાડીથી ઉમરગામ શહેર તેમજ આજુબાજુના લોકો અકરામારુતિ ખાતે ભેગા મળી રેલી કાઢી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને રોકતા ટોળાએ પોલીસના વાહનો ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આખરે પોલીસે સ્થિતિને કાબૂ કરવા લાઠીચાર્જ કરતાં દોડધામ મચી હતી. પોલીસે આ ઘટનામાં કાયદો હાથમાં લઇ મંજૂરી વગર રેલીનું આયોજન કરવા બદલ, જાહેર તેમજ ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા, પોલીસ કામગીરીમાં દખલ સહિતની કલમ હેઠળ 50 થી વધુ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે.

જેમાં મોટા પ્રમાણમાં આરોપીમાં મહિલાઓનો પણ સમાવેશ જોવા મળે છે. ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ કેટલાક સ્થાનિક ઈસમો નેતા બની લોકોને ઉશ્કેરાવવાનું કામ કરી રહ્યા હતા. પોલીસ પર પત્થર મારોથી લઈને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ પોલીસે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એક મુસ્લિમ સમાજના પરિવાર ઉપર ટોળાંએ લાંકડા અને પત્થરથી હુમલો કરી દીધો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot