Explore

Search

February 4, 2026 11:32 am

IAS Coaching

ઉત્રાણ પોલીસ સ્ટેશનના PSI નો 10 લાખ કમાવાના પ્લાન એસીબીએ ફેલ કર્યો, 11 મહિને પકડાયો

ACB પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉતરાણ પોલીસ મથકના પીએસઆઇ દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

જેમાં ફરિયાદ મુજબ ફરીયાદીના મિત્ર વિરૂદ્ધ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી થઈ હતી. જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્રાણ પોલીસના PSI ડી.કે.ચોસલા દ્વારા ગત 12/09/2023ના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવા જોગ અંગેનું નિવેદન લેવડાવ્યા હતું. અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઇ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઇફોન-14 જમા લઇ લીધો હતો. ત્યારબાદ ગઇ તા 19/09/2023ના રોજ ફરી પી.એસ.આઇ. ચોસલાએ મળવા ઉતરાણ પોલીસ સ્ટેશન ખાતે મળવા બોલાવ્યો હતો ત્યારે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉતરાણ પોલીસ મથકના પી.એસ.આઇ. ચોસલાએ ગત ૨૧/૦૯/૨૦૨૩ રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઇ ગુના દાખલ થવામાંથી બચવુ હોય તો રૂ. 10 લાખ આપવા પડશે.ત્યારે PSI ડી.કે.ચોસલાને લાંચના નાણા આપવા ઈચ્છતા ન હોવાથી ACBમાં ફરિયાદ કરી હતી.

એસીબીમાં પીએસઆઇ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા ACB ટીમે આજ રોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ફરિયાદી દસ લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે પીએસઆઇના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચેટિયા રૂપિયા લેવા આવ્યા હતા. જેમાંથી નિલેશ ભરવાડને એસીબીની ટીમ ત્યાં હાજર હોવાની જાણ થઈ જતા તે ઘટનાસ્થળ પરથી ભાગી છૂટ્યો હતો જ્યારે અન્ય એક વચેટીયો પિયુષ રોય 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીના આ છટકામાં તે સમયે પોલીસે પીએસઆઇના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઇ દ્વારા લાંચના દસ લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. જેને આધારે એસીબીની ટીમ ઉતરાણ પોલીસ મથકના પીએસઆઇની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 11 મહિને એસીબીએ પીએસઆઇ ચોસલાને ઝડપી પાડ્યો હતો.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot