Explore

Search

February 4, 2026 6:31 am

IAS Coaching

વલસાડના વિધાનસભા પ્રતિનિધિ મંડળ કમિટીનુ ઈલેકશન કરી ગઠન કરવામાં આવ્યું.

“ભુખ થી આઝાદી” “ભય થી આઝાદી”

તા. 01/09/2024 ના રોજ SDPI (સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા) જિલ્લા વલસાડ ના વિધાનસભા પ્રતિનિધિ મંડળ કમિટીનુ ઈલેકશન કરી ગઠન કરવામાં આવ્યું આ ઇન્ટર્નલ ઇલેક્શન દર ત્રણ વર્ષે પાર્ટી ના કાર્યકર્તાઓ ની હાજરી માં થાય છે. SDPI વલસાડ વિધાનસભામાં જે પદ અધિકારી ચૂંટાયેલા જે પાર્ટીએ જાહેર કર્યા તે નીચે મુજબ છે. ????

1. પ્રેસિડેન્ટ :- મોહસીન શેખ

2. વાઈસ પ્રેસિડેન્ટ :- નાઝીમ સૈયદ

3. સેક્રેટરી :- મુસ્તફા શેખ

4. જોઈન્ટ સેક્રેટરી :- અબ્દુલહમીદ શેખ

‌5. ટ્રેઝરર :- જુનેદ શેખ

પ્રેસિડેન્ટ મોહસીન શેખ સાહેબ પોતાનું નિવેદન આપતા કહ્યું કે પાર્ટીએ મને જવાબદારી સોંપી છે, તે બદલ હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં વલસાડ ની જનતા ની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હું અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ આ જવાબદારીને ઈમાનદારી પૂર્વક નિભાવશું અને અન્યાય વિરૂદ્ધ કે બમણી મક્કમતા થી ઉભા રહીશું.

આ ચુંટણીમાં SDPI ગુજરાત ના હોદ્દેદારો ની હાજરીમાં પૂર્ણ થઈ જેમાં હાજર રહેલા સ્ટેટ ના હોદ્દેદારો બિલાલ કાજી, સ્ટેટ કમિટી મેમ્બર મુનાફ વોરા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મોહમ્મદ અલી સૈયદ (વલસાડ)

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot