ધોબીતળાવ, મોગરાવાડી વિસ્તારમાં ચેકીંગ કાર્યવાહી
વલસાડ જિલ્લામાં ગણેશોત્સવ,આગામી ઇદે મિલાદ અને જૈન પર્યુષષના તહેવારોને ધ્યાને રાખી તમામ ધર્મની શાંતિપૂર્ણ માહોલમાં શ્રધ્ધાભેર ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકે વલસાડમાં ધોબીતળાવ અને મોગરાવાડી વિસ્તારમાં પોલીસ કાફલો રવાના કરી કોમ્બિંગનો આદેશ કર્યો હતો.

વલસાડ શહેર સહિત જિલ્લામાં તહેવારોની આનંદોલ્લાસ સાથે ઉજવણી કરવા અને સામાન્ય પ્રજાજનોને કોઇ રાજાપાઠ તત્વો દ્વારા હેરાનગતિ પરેશાનીનો સામનો નહિ કરવો પડે તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી તથા ચૂસ્ત પાલન માટે પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા કટિબદ્ધ છે. તેમણે જિલ્લામાં તાલુકા મથકોએ શાંતિ સમિતિની સભાઓમાં શાંતિ અને ભાઇચારા સાથે નિર્વિઘ્ન રીતે તહેવારોની ઉજવણીનો સંદેશો આપ્યો હતો. તેના માટે કાયદાકીય રીતે પણ પગલાં ભરવા તેમણે વલસાડમાં ધોબીતળાવ વિસ્તારમાં કોમ્બિંગનો આદેશ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી અમુક ઘરો અને વાહનોના ચેકિંગની કાર્યવાહી તથા પૂછરકછ હાથ ધરાઇ હતી. કોઇ શંકાસ્પદ તત્વો દ્વારા અનિચ્છનીય ઘટના નહિ બને તે માટે પોલીસ વિભાગે તમામ પ્રયાસો કામે લગાડી કડક કાર્યવાહીના સંકેત આપ્યાં છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





