ધરમપુરના ખામદહાડ ગામના નિશાળ ફળીયાથી ખોખરી ફળીયા તરફ જતા માટી મેટલના આશરે 400 મીટરના રસ્તાને પાકો માર્ગ બનાવવા માગ બળવત્તર બની છે.

આ ઉપરાંત નિશાળ ફળીયાથી પટેલ ફળીયા તરફ જતા આશરે 500 મીટરના રસ્તાને પણ બનાવવા માગ પણ ઉભી થઇ છે. બોપી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ખામદહાડના નિશાળ ફળીયાથી ખોખરી ફળીયા તરફ જતા માટી મેટલના રસ્તાને લઈ ખોખરી ફળિયાના અંદાજીત 32 ઘરોને ભારે તકલીફ ઉઠાવવી પડી રહી છે. આંગણવાડી, શાળાએ જતા બાળકો તથા પશુપાલકોને દૂધ ભરવા માટે ઘણા સમયથી તકલીફ ઉઠાવવી પડી રહી હોવાની વાત સ્થાનિકોએ કરી હતી.
ખામદહાડના નવસીરભાઈ રાઉત, જગુભાઈ ચવધરી, યુવા ધર્મેશ ગવળી, ચુનીલાલ ચવધરી, લાલજીભાઈ ચવધરી સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ બે રસ્તા બનાવવાની અમારી વર્ષોથી માગ ચાલી આવી છે. ખોખરી ફળીયાની આશરે 150 અને પટેલ ફળિયાની આશરે 100થી વધુ વસ્તીને ચોમાસામાં પશુઓના દાણ લાવવા, નિશાળમાં જતા વિદ્યાર્થીઓ, પશુપાલકોને દૂધ ભરવા તથા લોકોને ગામ તથા ધરમપુર તરફ અવરજવર કરવા તકલીફ ઉઠાવવી પડી રહી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





