Explore

Search

February 4, 2026 5:10 pm

IAS Coaching

તિથલ બીચ ઉપર ફિઝિયોથેરાપિસ્ટ સાથે લોકો ફિઝિયો ફિટ મેરેથોનમાં દોડ્યા

વલસાડમા તિથલ બીચ ઉપર જિલ્લા ફિઝિઓથેરાપીસ્ટ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે ફિઝિયો ફિટ મેરેથોન રનનું આયોજન કરાયું હતું. 

લોકોના જીવનમાં ફિઝિયોની અગત્યતાથી માહિતગાર કરવાના હેતુસર તેનુ કરવામાં આવ્યું હતૂ. તિથલ બીચ પર ફિઝિયો ફીટ રનમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટરની કેટેગરીનો સમાવેશ કરાયો હતો જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડને સફળ બનાવવા વલસાડ જિલ્લાના ફિઝિયોથેરોપિસ્ટ ડોક્ટર દિપેન હરિયાવાલા ,વલસાડ ડિસ્ટ્રીક્ટ ઓલ ફિઝિયોથેરોપીસ્ટનો સફળ ફાળો રહ્યો હતો .

વર્લ્ડ ફિઝિયોથેરાપી બ્રાન્ચ વર્ષ 1951માં સ્થાપિત થઈ હતી અને વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી દ્વારા 1996માં ઘોષણા કરી 8 સપ્ટેમ્બરના રોજ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી જાહેર કરાઈ હતી.વલસાડના તિથલ બીચ ફિઝીયો ફિટ રનમાં 200થી વધારે ફિઝિઓથેરાપીસ્ટ તથા અન્ય લોકો જોડાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સન્ડે સ્પોર્ટસ ક્લબના નરેશ નાઈક તથા તેમના ગ્રુપના સભ્ય પણ હાજર રહી લોકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. કાર્યક્રમમાં ડો. પ્રશાંત વૈદ્ય, ડો. સુધીર જોશી, ડો. નિલેશ તલેકર હાજર રહ્યા હતા.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot