Explore

Search

February 4, 2026 5:12 pm

IAS Coaching

સમાજમાં વ્યષન નાબુદી, પ્રસંગોમાં ખોટા ખર્ચા સહિતના મુદ્દા ચર્ચાયા

ધરમપુરના હનમતમાળમાં દારૂ,વ્યસન તથા જુગારના દુષણની નાબુદી તથા લગ્ન પ્રસંગમાં ઓછાં ખર્ચા સહિતના વિવિધ મુદ્દા સાથે સમાજ સુધારણા અભિયાન બાબતે મળેલી 29 ગામના સમાજ ચિંતકો, આગેવાનો, સરપંચો, તા,જિ. પંચાયત સભ્યો, ગામના પટેલ તથા વડીલોની બેઠકમાં 29 ગામની દરેક ગામના ત્રણ સભ્યનો સમાવેશ કરી એક મુખ્ય સમિતિની રચના કરાઈ હતી. તેમજ નિયમો ઘડી આગામી બેઠકમાં પૂર્વ પટ્ટીના ગામોમાં એના અમલીકરણ માટે ચર્ચા કરવાની વાત પણ બેઠકમાં થઈ હતી.

હનમતમાળમાં મળેલી આ બેઠકમાં મનાઈચોંઢીના સામાજીક કાર્યકર્તા રામભાઈ બસવાએ જણાવ્યું હતું કે લગ્નની ઉંમર નિશ્ચિત કરવી, લગ્ન પ્રસંગમાં ખર્ચા ઓછા કરવા, સમાજના રીતરિવાજ મુજબ સગાઇવિધિ કરવી, લગ્ન પ્રસંગે ડીજેનો સમય નક્કી કરવો, જમણવારનો.સમય નક્કી કરવો, દારૂબંધી/,વ્યસનના દુષણો પર અંકુશ, જંગલો નવપલ્લવિત કરવાના અભિયાનનો સંકલ્પ, અકસ્માતના બનાવો ટાળવા તેજ ગતિથી વાહન નહીં હાંકવા સમજણ આપવી સહિતના વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

હનમતમાળના સામાજિક કાર્યકર્તા વિજય માહલાએ જણાવ્યું હતું કે વિવિધ દુષણો દૂર કરવાની ચર્ચા સાથે બેઠકમાં ઘડાયેલા નિયમો તથા મુદ્દાઓ પર આગામી મિટિંગમાં ચર્ચા કરી આખરી ઓપ આપવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીંના વિસ્તારના વિવિધ ગામોની દુકાનમાં એક્સપાયરી ડેઈટનો માલ તથા માલની ગુણવતા પર પણ સમિતિ ધ્યાન આપવાના સૂચન પણ થયા હતાં. ગડીના સામાજીક કાર્યકર્તા હરિલાલભાઈ ચૌધરીએ બેઠકમાં બનાનરી મુખ્ય સમિતિ મારફતે લેનારા નિર્ણયના પાલન માટે અપીલ કરી હતી.

આ બેઠકમાં પૂર્વ જી.પ. સભ્ય ઝીણાભાઈ પવાર, તા.પ.સભ્ય રમણભાઈ ભોયા, સોનદરના સરપંચ રામદાસ પવાર, જી.પ.સભ્ય કાકડભાઈ, રાજપુરી જંગલ સરપંચ ધીરુભાઈ મુહૂડકર, આવધાના સુરેશભાઈ મોકાસી, પૂર્વ તા.પ.સભ્ય દેવજીભાઈ વૈજલ, રાજપૂરી જંગલના પૂર્વ સરપંચ આનંદભાઈ ગાંવીત, જામલીયાના સરપંચ, પૂર્વ સરપંચ સંદીપ ચૌધરી, મુરદડના સુરેશભાઈ ગાંવીત, શિક્ષક રાજમભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot