વલસાડ શહેરના આવાબાઈ સ્કૂલ પાસે આવેલી પુજારા મોબાઈલ શોપ પર મોડી સાંજે અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલની દુકાન ઉપર પથ્થરમારો કરવાની ઘટના બનતા લોકોમાં ભાગદોળ મચી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસવડા વલસાડ સીટી એલસીબી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતાં.

આમ તો આખું વલસાડ શહેર શાંતિમય અને ભાઈચારાના મહોલમાં રહે છે. ત્યારે આજરોજ સાંજે વલસાડ શહેરના આવા બાઈ સ્કૂલ પાસે આવેલી પુજારા મોબાઈલ નામની દુકાન ઉપર કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મોબાઈલ દુકાન પર પથ્થર મારો કરતા દુકાનનો કાચ તૂટી જવાની ઘટના બનતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દુકાન ઉપર પથ્થરમારો કરી હુમલાખોર ભાગી છુટયો હતો. મોબાઈલની દુકાન ઉપર પથ્થર મારો થવાની ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લાના અધિક્ષક શ્રી ડોકટર કરનરાજ વાઘેલા સાહેબ,ની સાથે વલસાડ સીટી પોલીસ મથકના પીઆઈ પરમાર એલસીબી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે દુકાનમાં તપાસ કરતાં દુકાનનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ સમગ્ર બનાવ કેવી રીતના બન્યો અને ઇન્ટેલન્સની મદદથી પોલીસ દ્વારા પથ્થર મારનાર આરોપીને કપડા માટે ચક્ર ગતિમાન કર્યો.
તમને જણાવી દઇએ કે વલસાડની પુજારા મોબાઈલ શોપ પર પથ્થર મારો કરનાર ઇસમને જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. વલસાડ ખાતે પુજારા મોબાઈલ શોપમાં મોડી સાંજે પથ્થર મારો કરનાર ધવલ અમરતભાઈ ટંડેલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.ધવલ ટંડેલે થોડા સમય અગાઉ મોબાઈલ શોપ માં ફોન રિપેર કરાવ્યો હતો જે બરાબર ન ચાલતા મોબાઈલ શોપ ના માલિકને જણાવ્યું હતું પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં a વાતની અદાવત રાખી આજરોજ મોડી સાંજે પથ્થરમારો કર્યો હતો.ધવલ ટંડેલ ને પકડી પાડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા શહેરમાં શાંતિ બની રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. ધન્યવાદ રિપોર્ટર દીપા મિસ્ત્રીની સાથે કેમ રમે જૈનુંઉદ્દિન વલસજરાત
Dharinaben Nikhil Dhodi (REPORTER )
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





