ધરમપુરમાં જેટકો વાપી ડિવિઝનના 66 કે. વી. સબ સ્ટેશનના આઉટસોર્સના કર્મચારીઓના 3 મહિનાથી પગાર સહિતના વિવિધ પ્રશ્નોના ન્યાય માટે વાંસદા ધારાસભ્ય, આગેવાનો તથા કર્મચારીઓ બપોર સુધી ધરણા પર બેઠા હતા.

ધરણા વખતે આવેલા જેટકોના અધિકારીઓ સામે પણ બાકી પગારની માગ મળવાની સ્થિતિમાં કામ ચાલુ કરવાની વાત કર્મચારીઓએ કરી હતી. આ સમયે ધારાસભ્યએ 10 દિવસમાં પગારની ચુકવણી ન થવાની સ્થિતિમાં અગિયારમાં દિવસે વલસાડ સહિત બીજા ચાર જિલ્લાના 66 કેવી. સબ સ્ટેશનના આઉટસોર્સના કર્મચારીઓ સાથે સમાધાન નહીં થાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી. સવારે 10થી 1 વાગ્યાના આ ધરણામાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલ સહિત અગેવાનો, કર્મચારીઓ જોડાયા હતા.
નિર્ણય ન આવે તો ફરીથી ધરણા કરશું ત્રણ મહિનાનો પગાર બાકી છે.વાયદા કરવામાં આવે છે.પી.એફ.ના પૈસા- સેફટીના સાધનો પણ મળ્યા નથી.પગાર ન મળવાથી ઘર સંસાર ચલાવવું અઘરું બન્યું છે. 10 દિવસમાં પૈસા ન મળે તો પાંચ જિલ્લાના કર્મચારીઓ અહીં બેસી પ્રતીક ધરણા નહિ પરંતુ જ્યાં સુધી સમાધાન નહિ થાય ત્યાં સુધી ધરણા કરીશું.> અનંત પટેલ, ધારાસભ્ય વાંસદા
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





