Explore

Search
Close this search box.

Search

September 19, 2024 4:55 am

IAS Coaching

યુવકે પથ્થરમારો કરી દુકાનના કાચ તોડ્યા, વલસાડના હાલર રોડ પરનો બનાવ, પોલીસે ગણતરીની મિનિટોમાં યુવકને ઝડપી પાડ્યો

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં કારમાં આવેલા એક યુવકે મોબાઈલ શોપ પર પથ્થરો ફેંકી કાચ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં યુવકે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા યુવકે પોતાની કારમાં હાલર રોડ ઉપર આવા બાઈ સ્કૂલ પાસે આવેલી પુજારા મોબાઈલ દુકાન પાસે આવીને પુજારા મોબાઈલ શોપ નામની દુકાનને ટાર્ગેટ કર્યો હતો. દુકાન બહાર ઉભા રહીને દુકાનના કાચ ઉપર પથ્થર મારો કર્યો હતો. દુકાનમાં આચનક પથ્થર મારો થવાની ઘટના બનતા દુકાન સંચાલક અને દુકાનમાં કામ કરતા સેલ્સમેનમાં દોડધામ મચી ગઇ હતી. દુકાન સંચાલકે દુકાન બહાર જોતા એક અજાણ્યો યુવક દુકાનમાં પથ્થર ફેકતો હોવાનું જોયું હતું.

દુકાન સંચાલકે તાત્કાલિક વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પથ્થર મારવાની ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ સીટી પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને અબ્રામા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. વલસાડ સીટી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સીટી પોલીસની ટીમે આરોપીની મેડિકલ અંગે ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

વલસાડના હાલર રોડ ઉપર આવેલી પુજારા મોબાઈલના સંચાલક પિંકેશ જસવાની અને તેના સેલ્સ મેન દુકાનમાં મોબાઈલ વેચાણ કરી રહ્યા હતા. દુકાનમાં આવનાર ગ્રાહકોને વિવિધ મોબાઈલ બતાવી વેચાણ કરી રહ્યા હતા. જે દરમ્યાન એક અજાણ્યા યુવકે દુકાન આગળ આવીને બહારથી દુકાનમાં પથ્થર મારો કર્યો હતો. દુકાન સંચાલકે સજાગતા પૂર્વક દુકાનમાં પથ્થર કોણ અને ક્યાં કારણોથી મારી રહ્યો હોવાનો જોવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક યુવક મોઢા ઉપર રૂમાલ બાંધી દુકાનના કાચ ઉપર પથ્થર મારતો હોવાનું જોવા મળ્યું હતું.

દુકાન સંચાલક હજુ કઇ સમજે તે પહેલા અજાણ્યો યુવક ત્યાથી જતો રહ્યો હતો. દુકાન સંચાલકે તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ અને LCBની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈને વલસાડ શહેરમાં અનેક અફવાએ બજાર ગરમાવ્યું હતું. ઘટનાની જાણ વલસાડ SP કરનરાજ વાઘેલા અને DySP HQએ ઘટના સ્થળની સ્થળ મુલાકાત લઈ દુકાન સંચાલક અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી ઘટના ક્રમ સમજવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પથ્થર મારનાર યુવક દુકાનમાં આવ્યો ન હોવાથી લૂંટ ના ઇરાદે આ ઘટના ઘટી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરી આરોપી યુવક ના જરૂરી પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ હાથ ફરી હતી. વલસાડ સીટી પોલીસની ટીમે આરોપી યુવકને ગણતરીની મિનિટોમાં અબ્રામા વિસ્તારમાં ઝડપી પાડ્યો હતો. આરોપી યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવતા વલસાડ સીટી પોલીસે યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવક ઘણા સમયથી માનસિક સંતુલન ગુમાવતા વલસાડના મનોચિકિત્સક પાસે તેની જરૂરી સારવાર ચાલતી હોવાના પુરાવાઓ યુવકના પરિવારના સભ્યોએ રજૂ કર્યા હતા. વલસાડ પોલીસે તમામ પુરાવાઓ મેળવી યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.


Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai
Marketing Hack4u
Digital Griot