Explore

Search

February 4, 2026 3:42 pm

IAS Coaching

વલસાડના અબ્રામામાં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા એક શ્રમિકની હત્યા, પોલીસો આરોપીને ઝડપી પાડ્યો.

વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા એક શ્રમિકની હત્યા થયેલી હાલતમાં સવારે લાશ મળી હતી.

ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા વલસાડ સીટી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શ્રમિકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં RPFની ટીમની મદદ લઈને આરોપીને જલંધર રેલવે સ્ટેશન પાસેથી ચાલુ ટ્રેનમાં ઝડપી પાડ્યો હતો.

વલસાડના અબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા એક સાઈડ ઉપર બાંધકામ ચાલી રહ્યું હતું. સાઈટ ઉપર તમામ શ્રમિકો રહેતા હતા. ગત રાત્રી દરમ્યાન પપ્પુ પાસવાન નામના શ્રમિકે વિકાસ માંઝીની પત્નીને રાત્રી દરમ્યાન શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને પપ્પુ અને વિકાસ વચ્ચે ગત રાત્રી દરમ્યાન ઝઘડો થયો હતો. જે દરમ્યાન ગુસ્સે ભરાયેલા વિકસે પપ્પુના મોઢાના ભાગે અને માથાના ભાગે હથોડા મારી હત્યા કરી પપ્પુ પાસવાનને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો.

સવારે સાઈટ ઉપર અન્ય શ્રમિકો આવ્યા ત્યારે પપ્પુની હત્યા થયેલી હાલતમાં લાશ જોતા તાત્કાલિક વલસાડ સીટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સીટી PI ડી ડી પરમાર, DySP એ કે વર્મા અને વલસાડ સીટી પોલીસની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. વલસાડ સીટી પોલીસની ટીમે સથી શ્રમિકોની પ્રાથમિક પૂછપરછ કરતા વિકાસ માંઝી ન હોવાનું જાણવા મળ્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને ચેક કરતા શંકમદ આરોપી વિકાસ માંઝી જલગાવ તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી વલસાડ સીટી પોલીસની ટીમે RPFની ટીમની મદદ લઈને શકમંદ આરોપી વિકાસ માંઝની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા વિકાસની પત્નીને પપ્પુએ અડપલાં કરતાં થયેલા ઝઘડામાં પપ્પુની હત્યા કરી હોવાની વિકાસ માંઝીએ કબૂલાત કરી હતી. વલસાડ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં RPF ટીમની મદદ લઈને હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot