Explore

Search
Close this search box.

Search

September 19, 2024 4:43 am

IAS Coaching

વલસાડ સુગર ફેક્ટરીની અતુલ કોલીનીમાં રહેતી સગર્ભા મહિલાને લેબરપેન થતા 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી થઈ

વલસાડ સુગર ફેક્ટરી સામે આવેલી સુગર ફેક્ટરીની આવેલી અતુલ કોલીનીમાં રહેતી સગર્ભા મહિલાને લેબર પેન થતા પરિવારના સભ્યોએ તાત્કાલિક 108ની ટીમને ઘટનાની જાણ કરી સગર્ભા મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા મદદ માંગી હતી.

108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સગર્ભા મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જે દરમ્યાન વલસાડ ROB બ્રિજ ઉપર આવતા સગર્ભા મહિલાને લેબર પેન વધતા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. વલસાડ 108ની EMT અને પાયલોટે સગર્ભા મહિલાના પરિવારની મદદ લઈને સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવી હતી.

વલસાડ 108ની ટીમને મળેલા કોલ મુજબ વલસાડ 108ની ટીમ ને સુગર ફેક્ટરીની અતુલ કોલોનીમાં રહેતા એક મહિલા દર્દીને પ્રસુતિનો દુખાવો થયો હતો અને દુખાવો વધારે થતા તેમના પરિવારે સગર્ભા મહિલાને 108ની મદદ લઈને કોલ કર્યો હતો કોલ મળતાની સાથે જ વલસાડ 108 ના ઇએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ બીપીન પટેલ અતુલ સુગર ફેક્ટરી કોલોની જવા રવાના થયા હતા. દર્દીની બીજી ડીલેવરી હતી દર્દીને સુગર ફેક્ટરી ફેલાઈ જતા રસ્તામાં અસહ્ય દુખાવો ઉપાડતા રેલવે ઓવરબ્રીજ ઉપર આવી 108 ની ટીમ ઇએમટી ચંદ્રાવતી પટેલ એ એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી તેથી પાયલોટ બીપીનભાઈને એમ્બ્યુલન્સ સાઈડે લેવા માટે જણાવ્યું ડીલેવરીમાં થોડી તકલીફ પડી હતી.

108ની ટીમે સમયસૂચકતા જોઈને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાનો નિર્ણય કરતા સગર્ભા મહિલાના પરિવારના સભ્યોની મદદ લઈને સગર્ભા મહિલાની સફળતાપૂર્વક ડીલેવરી કરાવી હતી. ડીલેવરી થયા પછી તરત બાળક રડ્યું ન હતું. બાળક પેટમાં જ સ્ટૂલ પાસ કરી દીધો હતો ત્યાર પછી બાળકને સકશન કર્યું બીવીએમ ઓક્સિજન આપ્યુ બાદ બાળક રડ્યું હતું. તરત જ EMT ચંદ્રાવતીબેન પટેલને 108 હેડ ઓફિસમાં ડોક્ટર શાહ અને ડોક્ટર મિલન સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી ઇન્જેક્શન ઓક્સિટોસિન અને ઇન્જેક્શન NS અને અન્ય સારવાર આપી બાળકનું વજન ૩ કિલો 200 ગ્રામ હતું. દર્દી ( માતા અને બાળક) સહી સલામત કસ્તુરબા હોસ્પિટલ વલસાડ ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ દર્દીના પરિવારે 108 સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ગત રોજ બપોરે 4 કલાકે સગર્ભા મહિલાને લેબર પેન થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ ઉપરના સ્ટાફે ડિલિવરીને હજુ ટાઈમ લાગશે તેમ જણાવતા પરિવારના સભ્યોને સગર્ભા મહિલા સાથે ઘરે પરત મોકલી આપ્યા હોવાનું સામે આવ્યું હતું.


Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 

Vapi District Valsad Gujarat 

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai
Marketing Hack4u
Digital Griot