Explore

Search
Close this search box.

Search

September 19, 2024 5:02 am

IAS Coaching

વલસાડ શહેર નજીક રહેતી 11 વર્ષીય સગીરા ઉપર અચરેલા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

વલસાડ શહેર નજીક એક શ્રમિક પરિવાર રહે છે. શ્રમિક દંપતી અલગ અલગ કાજ કરતા આવ્યા છે. મહિલા તેના ઘરની આજુબાજુના ઘરોમાં વાસણ પાણી કરવા જતી હતી.

20 જુલાઈ 2019ના રોજ તેની 11 વર્ષની સગીરાનો શાળાએથી આવવાનો સમય થતા સગીરાની માતા આજુબાજુના મકાનોમાં વાસણ પાણી કરતા સગીરાની રાહ જોઈ રહી હતી. જે દરમ્યાન હાર્દિક નાયકા નામના યુવકની સાઇકલ ઉપર જતા સગીરાને સગીરાની માતાએ જોઈ હતી. જેથી ઉતાવળે સગીરાની માતાએ કામકાજ પતાવી સગીરાની શોધખોળ કરી હતી. સગીરા ક્યાંય મળી ન આવતા નજીકમાં આવેલી વાડીમાં ચેક કરતા સગીરા ઉપર દુષ્કર્મ આચરતા સગીરાની માતા એ હાર્દિક ને ઝડપી પાડ્યો હતો. સગીરાને હાર્દિકની હાજરીમાં સગીરાની માતાએ સગીરાની પૂછપરછ કરતા સગીરા શાળાએથી ઘરે જવા આવી રહી હતી.

તે વખતે હાર્દિકે ધમકાવી સગીરાને સાઇકલ ઉપર બેસવા જણાવ્યું હતું. અને સગીરાને વાડીમાં લાવી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સાથે અગાવ પણ એક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું અને કોઈને કહીશ તો તારું ઘર તોડી નાખીશ અને તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું સગીરાએ તેની માતાને જણાવ્યું હતું. સગીરાની માતાએ હાર્દિક વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરતભાઈ પ્રજાપતિની દલીલો અને સગીરા અને સગીરાની માતાની જુબાની તેમજ મેડિકલ પુરાવાઓ ધ્યાને રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટેના જજ ડી જે શાહએ આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથે સગીરાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. સગીરાનું કોઈક કારણોસર 2023માં મૃત્યુ થતા સગીરાના પરિવારને વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai
Marketing Hack4u
Digital Griot