Explore

Search
Close this search box.

Search

September 19, 2024 5:04 am

IAS Coaching

વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં ગૌરી ગણેશ વિસર્જન કરાયું

વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું DJના તાલ અને નાસિક ઢોલ સાથે ગૌરી વિસર્જન શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવી રહ્યું છે.

વલસાડ શહેર નજીક ઔરંગા નદીના ઓવરે અને વાપી શહેરના દમણગંગા નદીના ઓવરે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન દરમ્યાન કઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વલસાડ પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી વલસાડ જિલ્લાના 1498 જેટલા સાર્વજનિક ગણેશ મંડળોએ શ્રીજીની સ્થાપના માટે પરવાનગી મેળવી હતી. જે પૈકી 500 જેટલા ગણેશ મંડળો ગૌરી વિસર્જનના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાના 22 જેટલા વિસર્જન સ્થળોએ ગૌરી વિસર્જન નિમિત્તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શ્રીજીની સ્થાપના 6ઠા દિવસે ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

સાર્વજનિક ગણેશ મંડળના સંચાલકો અને ગણેશ ભક્તો DJના તાલ અને નાસિક ઢોલ અને ભજન મંડળ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેર નજીક આવેલા ઔરંગા નદીના ઓવરે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai
Marketing Hack4u
Digital Griot