Explore

Search

February 4, 2026 3:42 pm

IAS Coaching

વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો. વલસાડમાં સ્કૂલથી બાળકોને ઘરે લઇને જતી વેન ગટરમાં ઉતરી, ચાલક નશામાં હોવાની સંભાવના

વલસાડમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો આવ્યો સામે છે. સ્કૂલથી બાળકોને ઘરે લઇને જતી વેન રસ્તાની બાજુમા આવેલ ગટરમા ઉતરી ગયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ વલસાડમાં શાળાના બાળકો ભરેલી સ્કૂલ વેનનો અકસ્માત થયો હતો. શાળાએથી બાળકોને ઘરે લઇને જતી સ્કૂલ વેન સ્તાની બાજુમા આવેલ ગટરમા ઉતરી ગઇ હતી. જેમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ સ્કૂલ વેનને બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી. જ્યારે પ્રાથમિક માહિતી મુજબ વેનનો ચાલક દારૂના નશામાં હોવાનું માલુમ પડ્યું હતું. જેની અટકાયત કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot