Explore

Search
Close this search box.

Search

September 19, 2024 4:31 am

IAS Coaching

સારવાર દરમિયાન દર્દીનું મોત થતા તેના સંબંધીએ ફરજ પરના ડોકટરને લાફો મારી દીધો, ડોકટર્સે સિક્યુરિટી વધારવાની માગ કરી.

 

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના દહાણુંના 45 વર્ષીય શંકર ભીમુ ભુજડ જે આલ્કોહોલના આદી હોવાથી લીવરની તકલીફ પડતા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

ફરજ ઉપર હાજર તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં 14 સપ્ટેમ્બરના રોજ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન શંકરભાઈની વધુ તબિયત લથડતા મેડીસીન ICUમાં શંકરભાઈને દાખલ કરવામાં આવ્યા હતા. જે દરમ્યાન 15 સપ્ટેમ્બરના રોજ શંકરભાઈને વધુ તકલીફ જણાઈ આવતા તબીબે વેન્ટીલેટરમાં મુક્યા હતા. શંકરભાઈની સારવાર દરમ્યાન રાત્રીના 9:30 કલાકે શંકરભાઈનું મૃત્યુ થયું હતું. જે ઘટનાની જાણ ફરજ ઉપર હાજર ઇન્ટન રેસિડેન્ટ્સ ડો. નિકુંજ પ્રભાતભાઈ પ્રજાપતિએ પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. ઘટના અંગે પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં શોકમગ્ન બન્યો હતો.

જે દરમ્યાન શંકરભાઈના પિતરાઈ ભાઈ વિલાસ લાલજી દાવરેને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ICU વોર્ડમાં ફરજ બજાવતા ડો. નિકુંજ પાસે જઈને આક્રોશ ઠાલવ્યો હતો. ડો. નિકુંજે તેમને શાંત થવા જણાવતા ઉશ્કેરાયેલા વિલાસે ડોકટર નિકુંજ પ્રજાપતિને ઝઘડો કરી હાથપાઈ કરી હતી. ઉશ્કેરાયેલા વિલાસે ડો નિકુંજને થપ્પડ મારી દીધી હતી. જેને લઈને હોસ્પિટલમાં હંગામો મચ્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai
Marketing Hack4u
Digital Griot