Explore

Search

February 4, 2026 1:57 pm

IAS Coaching

એક મહિનામાં 208થી વધુ પશુ પક્ષીને સારવાર સાથે સેવા કરી

વાપીની ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ અબોલ પ્રાણીઓની સેવા કરી રહી છે. 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 સુધીમાં ટ્રસ્ટ દ્વારા 208થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.

વાપી ગુજરાત સંચાલિત ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ, નન્દ પ્રભા જીવદયા સેવા અને શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબથી પ્રેરિત નિશિ પશુ એમ્બ્યુલન્સ સેવા દ્વારા મફતમાં પશુ એમ્બ્યુલન્સની સેવાઓ વર્ષોથી શરૂ કરવામાં આવી છે. જેમાં અબોલ ઇજાગ્રસ્ત પ્રાણીઓને મફતમાં સારવાર આપી જરૂર પડે તો તેઓને આશ્રય પણ આપવામાં આવે છે. એક કોલ પર સંસ્થા એમ્બ્યુલન્સ લઇને ઘટના સ્થળે પહોંચે છે અને પ્રાણીઓની સારવાર કરે છે. એક ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 દરમિયાન 160 શ્વાન, 17 ગાય, 14 કબુતર, 11 બિલાડી, 2 બળદ અને 4 પક્ષીને સારવાર અપાઇ હતી. આ સિવાય સંસ્થા દ્વારા (શીતલ રાયચુરા) વાપી શહેરમાં પશુ અને પક્ષીએને રોજ આહાર પ્રદાન કરે છે. જે કામગીરી છેલ્લા 16 વર્ષોથી ચાલી રહી છે. આ જીવદયા કાર્યમાં રોજના રૂ. 18 હજાર ખર્ચ થાય છે. જે માસિક રૂ. 5.50 લાખ થાય છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot