Explore

Search

February 4, 2026 12:12 pm

IAS Coaching

વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ મીટ યોજાઈ

વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ મીટ યોજાઈ હતી.કલેક્ટરે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને સોશિયલ મિડીયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

કલેક્ટરે સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે ઈન્ફ્લ્યુએન્ઝર્સને જાણકારી આપી હતી. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ વિશે માહિતી આપી આ અભિયાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ તા. 2જી ઓક્ટોબરના રોજ સમગ્ર જિલ્લામાં દરેક સ્થળોએ સફાઈ અભિયાનની ઝુંબેશમાં ભાગીદાર થવા જણાવ્યું હતું.

આ મીટમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર અનસૂયા જહા, DRDA નિયામક એ. કે. કલસરિયા, પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવાએ સોશિયલ મિડીયાના સહયોગથી સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પોંહચાડવા માટે અને લોકોની આ અભિયાનમાં ભાગીદારી થાય તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સએ પોતાના અભિપ્રાયો જણાવી કેવી રીતે ભાગીદારી વધારી શકાય તે માટે સૂચનો કર્યા હતા.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot