Explore

Search

February 4, 2026 12:13 pm

IAS Coaching

ધરમપુર- કપરાડા તાલુકાને જોડતા કોઝવેનું ગ્રામજનોએ શ્રમદાન કરી મરામત કાર્ય કર્યુ

 

અરણાઈ ગામેથી પસાર થતી પાર નદી પર આવેલો કૉઝવે ચોમાસા દરમ્યાન ભારે વરસાદના પગલે નદીમાં આવેલા ઘોડાપૂર ના કારણે ધોવાઈ ગયો હતો અને તેમાંથી સળિયા બહાર દેખાય રહ્યા હતા.

જેના પગલે અહીથી અવર જવર માટે નો રસ્તો બંધ થઈ ગયોહતો. જેને લઇને મળતી માહિતી મુજબ અરનાઈ ગામમાંથી પસાર થતી પાર નદી ઉપર આવેલ કોઝવે ધરમપુર તાલુકાનું ગામ માકડ બન ગામને જોડતો રસ્તો ભારે વરસાદના પગલે ધોવાણ થઈ જતા અહીથી ધરમપુર તરફ જવા માટેનો એક માત્ર શોર્ટ કટ રસ્તો હોય તેમજ નાનાપોંઢા થઈ વાપી તરફ કામ પર જતા ધરમપુર તાલુકાના અંદાજે 10હજાર લોકો માટેનો અતિ ઉપયોગી એવો કોઝવેનું ધોવાણ થઈ જતાં લોકોને અવર જવર માટે લાંબો ચકરાવો લઈને જવાની નોબત આવી હતી.

આ રસ્તો બંને તાલુકાના લોકો માટે અતિ મહત્વનો હોય આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા કપરાડા કે ધરમપુરના જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને પગલે આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આમ તંત્ર વ્હારે નહિ આવતા અરણાઈ ગામના તાલુકા પંચાયતના સભ્ય એવા ભગીરથ ગાંવિતે રવિવાર જે.સી.બી.મંગાવી ગામ લોકોના સહયોગથી પાર નદી પરના ધોવાયેલા કોઝવેનું મરામત કામ ચાલુ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ શ્રમદાન કરી મોટા પથ્થરોથી પુરાણ કરી સિમેન્ટનો ઉપયોગ કરી સ્વખર્ચે તૂટેલા પુલને સરખો કર્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot