Explore

Search

February 4, 2026 12:11 pm

IAS Coaching

વાપી નાયકવાડમાં ઘરે ગાંજો વેચતી મહિલા ઝડપાઇ

2.750 કિ.ગ્રા. ગાંજા સહિત 38 હજારનો માલ કબજે

વાપી નાયકવાડમાં ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતી મહિલાને એસઓજીએ પકડી પાડી તેની પાસેથી 2.750 ગ્રામ ગાંજા અને બે મોબાઇલ મળી કુલ રૂ. 38,000નો મુદ્દામાલ કબજે લઇ એનડીપીએસ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અનુસંધાને એસઓજી પીઆઇ એ. યુ. રોઝ તથા સ્ટાફ મંગળવારે કચેરીએ હાજર હતા. ત્યારે એએસઆઇ સયદભાઇ બાબનભાઇ અને અહેકો દિપકસિંહ બાપુસિંહને મળેલી બાતમીના આધારે વાપી ટાઉન કચીગામ રોડ ખાતે નાયકવાડમાં પાણીની ટાંકી પાસે રહેતી શબનમ મોહમ્મદ સૈયદ ના ઘરે રેઇડ કરતા ઘરમાંથી માદક પદાર્થ મળી આવતા પોલીસે 2.750 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિં. રૂ. 27,500 તથા બે મોબાઇલ કિં. રૂ. 10,500 મળી કુલ રૂ. 38,000નો મુદ્દામાલ કબજે લઇ આરોપી મહિલા સામે એનડીપીએસ એક્ટની કલમ લગાવી કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંજો ખરીદવા આવેલા ગ્રાહકોમાં દોડધામ મંગળવારે મોડી સાંજ સુધી એસઓજીની ટીમ વાપી નાયકવાડમાં આરોપી મહિલાના ઘરે કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન કેટલાક ગ્રાહકોને તેની જાણ ન હોય મહિલાના ઘરે ગાંજો ખરીદવા પહોંચી ગયા હતા. જોકે અંદર પોલીસની હાજરી જોઈ તેઓમાં દોડધામ મચી હતી.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Mmravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot