Explore

Search

February 4, 2026 12:11 pm

IAS Coaching

નવરાત્રિના તહેવારને લઈને વલસાડ સીટી પોલીસ મથકે આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ।

 

વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.

જેને લઈને વલસાડ સીટી પોલીસ મથકે DySP એ કે વર્માના અધ્યક્ષ સ્થાને અને સીટી PI ડી ડી પરમારના નેતૃત્વમાં નવરાત્રી આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વલસાડ સીટી PI અને DySPએ નવરાત્રી આયોજકોને રાજ્ય સરકારની નવરાત્રીની નવી SOP અંગે જરૂરી માહિતી આપી હતી. નવરાત્રીના ગરબા આયોજકોને ખેલૈયાઓ સુરક્ષા માટે જરૂરી CCTV કેમેરા, ફાયર એક્ઝીસ સિલિન્ડર, ફાયર NOC, ઇમરજન્સી એક્ઝિટ સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

ગત વર્ષોમાં નવરાત્રી દરમ્યાન ગરબા આયોજકોએ કરેલી ભૂલો ચાલુ વર્ષે ફરી ન થાય તે માટે જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં તમામ ધર્મના લોકો ટીકીટ લઈને આવી શકશે. એક જ ધર્મના લોકો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય તો જાહેર કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. શેરી ગરબા અને નવરાત્રી આયોજકોને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવા અંગે જરૂરી સૂચન આપ્યું હતું.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot