વલસાડ જિલવામાં માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થવાથી આખો પરિવાર નોંધારો બની જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.

આવા કેસમાં આંશિકરૂપે મદદ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા Compensation to victims of Hit and Run Motor Accident Scheme, 2022 અમલમાં મુકવામાં આવી છે. જેમાં હીટ એન્ડ રનના (અજાણ્યા વાહનની ટક્કર) કેસમાં મૃત્યુ થાય તો રૂ. 2 લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ. 50 હજારની આર્થિક વળતરની જોગવાઈ છે.
તાજેતરમાં વલસાડ જિલ્લામાં થયેલી હિટ એન્ડ રન ની ઘટનામાં પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અરજદારોએ વહીવટી તંત્ર ને અરજી કરી હતી. વલસાડ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં વળતર માટે આવેલી અરજીઓમાં નિર્ણય કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળ કમિટી રચવામાં આવી હતી. જે કમિટી દ્વારા 4 અરજી મળી હતી. કમિટી દ્વારા તમામ અરજીઓ મંજૂર કરી ચારેય કેસમાં પ્રત્યેક મૃતકના વારસદારને રૂ. 2 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





