Explore

Search

February 4, 2026 12:28 pm

IAS Coaching

મહારાષ્ટ્રના દહાણુથી સુરત પરત ફરતી સમયે ડુંગળી હાઈવે પર ખાડાના કારણે બેકાબૂ બનેલી કાર ખાડીમાં ખાબકી, બે લોકો ઈજાગ્રસ્ત

ડુંગરી નેશનલ હાઈવે પર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં સુરત ખાતે રહેતા સોલંકી પરિવાર પોતાની અર્ટિગા કાર નંબર GJ-05-RS-7082 લઈ રવિવારે બપોરે 12 કલાકે ધરમપુરથી મહારાષ્ટ્રના દહાણું ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરે નવરાત્રી.નિમિત્તે માતાજીના દર્શન કરવા પરિવાર ગયો હતો.

માતાજીના દર્શન કરી પરત સુરત જઈ રહ્યા હતા. જે દરમિયાન ડુંગરી નેશનલ હાઈવે ઉપર બાલાજી વેફર ફેક્ટરી પાસે આવેલી બામ ખાડી પાસે નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને કાર ચાલક કોન્ટ્રાક્ટરે કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. નજીકમાં આવેલી બામ ખાડીના બ્રિજ ઉપરથી કાર ખાડીમાં ખાબકી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમ અને ડુંગરી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી.

સુરત ખાતે રહેતા સિવિલ કોન્ટ્રાકટર મહેન્દ્રસિંહ જશવંતસિંહ સોલંકી, પત્ની અને બાળકો સાથે નવરાત્રી નિમિત્તે મહારાષ્ટ્રના દહાણું મહાલક્ષ્મી મંદિરે દર્શન માટે શનિવારે નીકળ્યા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા મહેન્દ્રસિંહ સોલંકીના ઘરે એક રાત્રી રોકાયા હતા. રવિવારે બપોરે 12 કલાકે ધરામપુરથી મહેન્દ્રસિંહ તેમની કાર ન. GJ-05-RS-7082 લઈને મહાલક્ષ્મી.મંદિરે દર્શન કરવા ગયા હતા. માતાજીના દર્શન કરી મહેન્દ્રસિંહ સોલાકી અને તેમના પરિવારના સભ્યો સાથે સુરત જવા રવાના થયા હતા. વલસાડ હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને ડુંગરી ખાતે આવેલી બાલાજી કંપની નજીક બામ ખાડીના બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને મહેન્દ્રસિંહે કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર બામ.ખાડીના ડિવાઈડર સાથે અથડાઈ પલટી માર્યા બાદ બામ ખાડીમાં અંદાજિત 15 થી 20 ફૂટ નીચે કાર ખાબકી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા અકસ્માતમાં.ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમને અને ડુંગરી.પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ કાર ચાલક સિવિલ કોન્ટ્રાકટર અને પરિવારની મદદે દોડી આવ્યા હતા.

અકસ્માતની ઘટનામાં કાર ચાલક સિવિલ કોન્ટ્રાકટર અને તેમની પત્ની પુત્ર અને પુત્રી એમ 4 લોકોને સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે અકસ્માત ગ્રસ્ત બનેલી કારમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ઘટનામાં 12 વર્ષીય બાળકને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવને પગલે ખાડીમાં પડેલ કારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વાહનવ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.


Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot