Explore

Search

February 4, 2026 12:28 pm

IAS Coaching

ચોરી કરીને આરોપી પોતાની માતાને દાગીના વેચવા આપતો

આરોપી સાઈકલ પર રેકી કરી પાછળથી ચોરી કરતો હતો

વાપી વિસ્તારમાં થોડા દિવસથી ચોરીના બનાવો વધતા પોલીસ તપાસમાં માતા-પુત્રની સંડોવણી બહાર આવી છે. પુત્ર દિવસ દરમિયાન દાગીના ચોરી માતાને વેચવા માટે આપતો હતો.

વાપીના ડુંગરા વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ઘરફોડ ચોરીના બનાવમાં વધારો થતા જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બી. એન. દવેના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ, ડુંગરા પીઆઇ એસ. પી. ગોહિલની અલગ અલગ ટીમ ગુનાની જગ્યાએ તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં હતા. તે દરમિયાન અપોકો તેજપાલસિંહ સિસોદિયા અને અપોકો હિતેષ હુમલભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે વાપી કોપરલી રોડ વડીયાવાડથી આરોપી ધીરજ ઉર્ફે નિશાંત ગુલાબ લાલમણી મોર્યા અને તેની માતા રેખાદેવી ગુલાબ લાલમણી મોર્યાને ઝડપી તેમની પાસેથી 107.130 ગ્રામ સોના કિં. રૂ. 7,79,530, 263.030 ગ્રામ ચાંદી કિં. રૂ. 23.070 અને 7 ફોન કિં. રૂ. 8000 સાથે ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. 8.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ત્રણ દિવસ તો સતત ચોરી કર્યા આરોપી ધીરજે સાઈકલ પર રેકી કર્યા બાદ બુધવારે રાતા પટેલ ફળિયામાં બંધ ઘરનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સાથે ફોનની ચોરી કરી હતી. ગુરૂવારે સલવાવ તો શુક્રવારે સેલવાસના દાદરા ખાતે બંધ ઘરને નિશાન બનાવ્યો હતો. આ તમામ દાગીનાની ચોરી કરી માતા રેખાદેવીને વેચાણ કરવા માટે આપતા હોવાની કબૂલાત તેણે કરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot