Explore

Search

February 4, 2026 11:02 am

IAS Coaching

ગૌમાંસનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો:વાપી રેલવે સ્ટેશનના વેસ્ટ રીક્ષા સ્ટેન્ડના પાર્કીંગમાંથી એક શખ્સ પાસેથી 47 કિલો માંસ મળી આવ્યું, તપાસ માટે FSLમાં મોકલાયું

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના યાત્રીની સ્વાંગમાં મુંબઈ તરફથી આવતી ટ્રેનમાં એક યુવક વિપુલ પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો લઈને વાપી રેલવે સ્ટેશન ઉતરી ઉદવાડા તરફ જવાનો હોવાની વાપી GRPની ટીમને ચોકસ બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે વાપી રેલવે સ્ટેશન ઉપર GRPની ટીમે બાતમીના વર્ણન વાળા યુવકની વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીના વર્ણન વાળો યુવક આવતા વાપી GRPની ટીમે તેને અટકાવી ચેક કરતા શંકાસ્પદ ગૌમાંસનો 47 KG જથ્થો વાપી GRPની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ FSLની ટીમની મદદ લઈને શંકાસ્પદ ગૌ માસનું પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રમાંથી વિવિધ પ્રકારે ગૌ માંસ નો જથ્થો વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં ઠાલવવામાં આવે છે. જેને અટકાવવા સૂચના આપવામાં આવી હતી. રેલવે GRP SPએ કાયદો અને વ્યવસ્થા જાળવવા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી.

જે સુચનના આધારે વાપી GRPની ટીમ વાપી રેલવે સ્ટેશન સહિત અલગ અલગ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે યાત્રીઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમ્યાન વાપી GRPની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના વિસ્તાતોમાંથી ગેરકાયદેસર રીતે ગૌ માસ નો જથ્થો વલસાડ જિલ્લા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઠાલવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.

7મી ઓક્ટોબરના રોજ 22 વર્ષીય યુવક મુંબઈથી ટ્રાવેલ્સ બેગમાં વિપુલ પ્રમાણમાં ગૌ માસનો જથ્થો લઈને વાપી રેલવે સ્ટેશન આવવાનો હોવાની બાતમી વાપી GRPની ટીમને મળી હતી. વાપી GRPની ટીમને મળેલી બાતમીના આધારે વાપી GRPની ટીમે વાપી રેલવે સ્ટેશન અને વેસ્ટ રીક્ષા સ્ટેન્ડના પાર્કિંગમાં બાતમીવાળા ઇસમની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીના વર્ણનવાળો યુવક વાપી રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો. વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં યુવકને અટકાવી બેગ ચેક કરતા શંકાસ્પદ ગૌ માંસનો 47KG માસનો જથ્થો મળી આવ્યો હતો.

વાપી GRPની ટીમે શંકાસ્પદ ગૌ માસના જથ્થા સાથે 22 વર્ષીય રાજ રિજાઉલ્લ હકની અટકાયત કરી હતી. શંકાસ્પદ ગૌ માસનો જથ્થો ઉદવાડા ખાતે આપવાનો હોવાનું જણાવ્યું હતું. વાપી GRPની ટીમે વલસાડ FSLની મદદ લઈને આરોપી પાસેથી મળેલો શંકાસ્પદ ગૌ માસના જથ્થાનું પરીક્ષણ કરવા મદદ માંગવામાં આવી છે. FSLની ટીમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot