Explore

Search

February 4, 2026 11:01 am

IAS Coaching

વલસાડ શહેર-જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોવાયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું

ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં પડેલા.ભારે વરસાદને લઈને શહેર સહિત જિલ્લાના મુખ્ય માર્ગો બિસ્માર બન્યા હતા.

સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વલસાડ જિલ્લાના અગ્રણીઓને અને વહીવટી તંત્રની રસ્તાઓ રીપેર કરવા વારંવાર રજુઆત કરી હતી. જે રજૂઆતો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા વહીવટી તંત્ર દ્વારા વલસાડ શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓને લઈનેપડતી હાલાકી દૂર કરવાનો વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવા આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે ધરમપુર રોડ ઉપર બિસ્માર બનેલા રોડની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં સરેરાશ 122.88 ઇંચ વરસાદ 30 સપ્ટેમ્બર સુધી પડ્યો હતો. 1લી જૂનથી 30 સપ્ટેમ્બર સુધી વલસાડ તાલુકામાં 3178 mm, ધરમપુર તાલુકામાં 2857 mm, પારડી તાલુકામાં 2956 mm, કપરાડા તાલુકામાં 3524 mm, ઉમરગામ તાલુકામાં 2785 mm અને વાપી તાલુકામાં 3137 mm, વલસાડ જિલ્લામાં સરેરાશ 3072 mm વરસાદ પડ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, કોસ્ટલ હાઇવે, સ્ટેટ હાઇવે સહિત શહેર અને જિલ્લાના મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. જેને લઈને ઘણા અકસ્માતોમાં વાહન ચાલકોના જીવ ગયા હતા. બિસ્માર રસ્તાઓને થયેલા અકસ્માતોમાં વાહનોમાં ઘણી નુકશાની પહોંચી હતી. તેમજ વાહન ચાલકોને પણ ઇજાઓ પહોંચી હતી.

વલસાડ જિલ્લાના મુખ્ય.માર્ગો ઉપર પસાર થતા વાહન ચાલકો અને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ અગ્રણીઓને બિસ્માર રસ્તા રિપેર કરવા વારંવાર રજુઆત કરી હતી. વલસાડ જિલ્લાના અગ્રણીઓ વહીવટ.તંત્ર સમક્ષ વાહન ચાલકોની રજુઆત કરવામાં આવી હતી. વરસાદે વિરામ લેતા વહીવટી તંત્રએ વલસાડ જિલ્લાના બિસ્માર બનેલા મુખ્ય માર્ગો રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ ઉપર વહીવટી દ્વારા રીપેરીંગ નવીની કરણની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.

 

Dharinaben Nikhil Dhodi (REPOTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot