વાપી ખાતેના બલીઠા ફાટક (એલ.સી.81) પરના બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા.21 ઓકટોમ્બર રાત્રિના 12 વાગ્યાથી 24 ઓકટોમ્બર સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે. આ દરમિયાન ટ્રાફિકની અવરજવર માટે ને.હા.નં. 48 ઉપર વલસાડ- સુરત- દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં. 88)થઈ આવન જાવન કરી શકશે. ને.હા.નં. 48 ઉપર મુંબઈ-દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક ઓવરબ્રિજ (એલ.સી.નં. 77)થી આવન જાવન કરી શકશે.

લાંબા સમયથી બલીઠા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. પરંતુ મેગા બ્લોક ન મળવાથી ગર્ડરના લોન્ચિંગની કામગીરીની રાહ જોવાતી હતી. હવે રેલવે વિભાગે મેગા બ્લોકની મંજુરી આપતાં ત્રણ દિવસ ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન લોકોએ હાલાકી ભોગવવી પડશે. આમ દિવાળી પછી બલીઠા ઓવરબ્રિજને કાર્યરત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ઘણાં સમયથી બ્રિજને શરૂ કરવાની રાહ જોવામાં આવી રહી છે.





