Explore

Search

February 4, 2026 11:26 am

IAS Coaching

ધરમપુરમાં પુરપાટ ઝડપે થાર ચલાવનારનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી

વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાના તમામ પોલીસ મથકના થાના અધિકારીઓને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સુચનાના આધારે વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકના PI એન ઝેડ ભોયાના નેતૃત્વમાં ધરમપુર પોલીસની ટીમ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી રહી હતી.જે દરમિયાન ધરમપુર શહેરના અંદરમાં એક થાર કાર ચાલક પુરપાટ ઝડપે કાર હંકારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોનું ઝીણવટ પૂર્વક તાપસ કરતા અને આજુબાજુના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ ચેક કરતા એક કારનો ચાલક ધરમપુર શહેરના વાલોડ ફળિયામાં રહેતા રોનાકકુમાર હસમુખભાઈ પટેલના નામે કાર રજીસ્ટર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ધરમપુર પોલીસની ટીમે રોનકની પ્રાથમિક પૂછપરછ કરતા રોનકે ધરમપુર શહેરના સાંકડા રસ્તાઓ ઉપર પોતાની થાર કાર પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી હોવાની કબૂલાત કરી હતી. ધરમપુર પોલીસની ટીમે કાર ચાલક રોનક પટેલ વિરુદ્ધ BNSની કલમ 281, MV એકટની કલમ 177 અને 184 મુજબ ફરિયાદ નોંધી રોનક પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot