Explore

Search

February 4, 2026 11:02 am

IAS Coaching

સંઘ પ્રદેશની કંપનીના પાણીથી નગવાસની ખાડીમાં પ્રદૂષિત બની

ઉમરગામ તાલુકાનાં પૂર્વ પટ્ટી પર દારુઠા ખાડી વહે છે.જે પાણીનો અહીંના ગ્રામજનો કપડાં કે ન્હાવા માટે ઉપયોગ કરી રહ્યા છે.અસંખ્યો મુગા પશુઓ ઉનાળામાં નદીનાં પાણીથી તરસ છીપાવે છે. નગવાસની દારૂઠા નદીમાં છેલ્લા બે દિવસથી ભારે દૂર્ગંધ યુક્ત કાળું પાણી નગવાસ પટેલ પાડાથી ઝરોલીનાં હરમોસજીપાડાની ખનકી મારફતે દારૂઠા નદીમાં વહે છે .સંઘ પ્રદેશ સેલવાસનાં નરોલી વિસ્તારમાં આવેલી કેટલીક કંપનીનું દૂષિત પાણી ભૂગર્ભમાં પહોચી ગામમાં બોર અને કુવાના પાણી પ્રદૂષિત કરતા લોકોનાં આરોગ્ય સામે જોખમાય ઉભુ થયું છે. આ અંગે નવાસનાં સરપંચ દિપક વારલીએ સરીગામ જીપીસીબીને લેખિત ફરિયાદ કરતા જીપીસીબીનાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીનાં સેમ્પલ લીધા હતા.અવાર નવાર સંઘ પ્રદેશનાં એકમોનું દૂષિત પાણી દારૂઠામાં ઠલવાતું હોય પાણીની જીવ સૃષ્ટિને માઠી અસર થઇ રહી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot