Explore

Search

February 4, 2026 9:52 am

IAS Coaching

જિલ્લામાં પાછોતરા વરસાદથી ડાંગરનો 10.28 કરોડનું નુકસાન

જિલ્લામાં ચાલૂ વર્ષે ચોમાસાની ઋતુમાં સીઝનના 4 માસ દરમિયાન સારો ખેતીલાયક વરસાદ પડ્યો હતો.જિલ્લામાં 100 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.જેને લઇ જિલ્લાના મુખ્ય પાક ગણાતા ડાંગરના પાકનું 75 હજાર હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.ઓક્ટોબર મધ્યે જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતાં ડાંગરના ખેતરોમાં ઉભા પાકને ભયંકર નુકસાન પહોંચ્યું હતું. નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ,સાંસદ ધવલ પટેલ, જિલ્લાના ધારાસભ્યો ભરત પટેલ,અરવિંદ પટેલ,જીતુ ચૌધરી,રમણ પાટકરે સીએમ ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી સુધી ખેડૂતોને સહાય આપવા રજુઆતો કરી હતી. 1 માસના સરવે બાદ કુલ 10.28 કરોડનું નુકસાનીનો અંદાજ રજૂ કરાયો છે.13852 ખેડૂતોને પાછોતરા બગાડ્યા વરસાદથી અસર થઇ છે.આ રિપોર્ટ જિલ્લા કલેકટરને સોંપી દેવાયો છે જે ગાંધીનગર કૃષિ મંત્રાલયને અને રવાના કરાયો છે.જેના આધારે હવે આગામી દિવસોમાં ખેડૂતોને સહાય પેકેજ મુજબ વળતર ચૂકવવાનો નિર્ણય લેશે.

સૌથી વધુ આ તાલુકામાં નુકસાન જિલ્લામાં સરવે મુજબ ધરમપુર તાલુકામાં 2.50 કરોડ,પારડી તાલુકામાં 2.38 કરોડ,કપરાડા તાલુકામાં 2.71 કરોડ અને વલસાડ તાલુકામાં 2.19 કરોડના ડાંગરના પાકમાં વરસાદના કારણે નુકસાન પહોંચ્યું હોવાનો ફાઇનલ રિપોર્ટ કલેકટરને સબમિટ કરતા ગાંધીનગર રિપોર્ટ રવાના કરી દેવાયો છે.> એ.કે.ગરાસિયા,જિલ્લા ખેતીવાડી અધિકારી

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot