Explore

Search

February 4, 2026 11:02 am

IAS Coaching

વલસાડ વિદ્યાર્થિની રેપ વિથ મર્ડર કેસ:સિરિયલ કિલરે યુવતીની હત્યા કરી દોઢ કલાક લાશ સાથે દુષ્કર્મ આચર્યું, દૂધ-પાણીની ખરીદી કરી, લંગડો છતાં 10 ફૂટની દીવાલ ટપી ગયો

વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહામહેનતે આરોપીને 11મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસને ગતરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતાં 4 કલાક લાગ્યા હતા, જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવી એ જણાવ્યું હતું.

મોડીરાત સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઈ ઊંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી, જ્યાં તેની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો. જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઇ ગયો હતો. બાદમાં મોકો મળતાં અંદાજે 10 ફૂટ ઉંચી દીવાલ કૂદી ભાગી છૂટ્યો હતો, જોકે આ હળભળાહટમાં આરોપી તેનો સામાન છોડીને ગયો હતો.

ડીવાયએસપી સહિત પોલીસકાફલા જોડે આરોપી રાહુલને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન ઉદવાડા રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ખનકીની પાળી પર બેસીને બીડી પીતો હતો. આ દરમિયાન રેલવે કિમિ નં. 217ના પોલ નં 13 પાસેથી લગભગ ત્રણ વાગ્યાના સુમારે વિદ્યાર્થિનીને એકલી ચાલતા જોઈ હતી. તેના પર આરોપીની નજર બગડી હતી. એને લઈને રેલવેટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં બેસેલા આરોપીએ રસ્તામાં આવેલું પાણીનું ખાબોચિયું પથ્થરના સહારે ક્રોસ કર્યું હતું. ત્યાર બાદ આંબાવાડી પાસે યુવતી આવતાં અચાનક યુવતી પાસે પહોંચી યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી. એ બાદ તેની લાશને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઊંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કૂદાવી વાડીમાં ફેંકી દીધી હતી, જ્યાં તેની સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પોતાના નખ પણ કાપ્યા હતા અને પોતાના કાપેલા નખ વડે યુવતીના મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢ્યું હતું. આ બાદ તે ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ-પાણીની બોટલ ખરીદી વાડીમાં પડેલી યુવતીની લાશ પાસે પરત આવતો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોની આંબાવાડીની આજુબાજુમાં ગતિવિધિ જોઈને નજીકમાં સંતાઈ ગયો હતો. બાદમાં મોકો જોઇને એક એંગલના સહારે અંદાજિત 10 ફૂટની ઊંચી દીવાલ આરોપી કૂદી ગયો હતો, જોકે, ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો. આ બાદ આરોપી ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઇવે વિસ્તારમાં રાત્રે દોઢ વાગ્યા સુધી ફરતો રહ્યો હતો.

ઉદવાડા રેલવે સ્ટેશન ખાતેથી રાત્રે કોઈ ટ્રેન ન હોવાથી પારડી રેલવે સ્ટેશન આવ્યો હતો. રાત્રે 2:30 વાગ્યાની ટ્રેન પકડી વલસાડ આવ્યો હતો. ત્યાંથી અન્ય ટ્રેન વડે સુરત અને વડોદરા જતો રહ્યો હોવાની કબૂલાત કરી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ વાત જણાવી હતી. સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરતાં વલસાડ પોલીસની ટીમને 4 કલાકથી વધુ સમય લાગ્યો હતો. વાપીના DySP બીએન દવેના નેતૃત્વમાં સક્ષમ અધિકારીઓ અને સરકારી પંચની હાજરીમાં આરોપીએ સમગ્ર ક્રમ વર્ણવ્યો હતો. વલસાડ પોલીસે તમામ ઘટનાક્રમની ઝીણવટભરી નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ પોલીસની ટીમે યુવતીના મોબાઈલનું કવર ઘટનાસ્થળ નજીકથી રિકન્સ્ટ્રક્શન દરમિયાન રિકવર કર્યું છે. આ ઉપરાંત પોલીસ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ વર્ણવેલી દુકાનમાં આરોપીને લઈ ગયા હતા. જ્યાં દુકાનદાર પાસે આરોપી ઘટનાના દિવસે ખરીદેલી વસ્તુઓ અંગે ક્રોસ ચેકિંગ કર્યું હતું. દુકાનમાં લાગેલા CCTV ચેક કરતાં આરોપી દુકાનમાંથી ખરીદી કરતા અને દુકાન બાજુમાંથી પસાર થતા જોવા મળ્યો હતો. સમગ્ર કેસમાં સંપૂર્ણ તપાસ ઝડપથી આગળ વધારવા વલસાડ DySP એકે વર્મા, વાપી DySP બીએન દવે અને પારડી પોલીસ મથકના PI જીઆર ગઢવી, LCB PI ઉત્સવ બારોટ, SOG PI એયુ રોઝ, વાપી ટાઉન PI કેજે રાઠોડ અને વલસાડ સિટી PI ડીડી પરમારને SITની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વલસાડ SP કરનરાજ વાઘેલાએ મંગળવારે રાત્રે SITની ટીમની જાહેરાત કરી છે, જે ટીમ સમગ્ર કેસની તપાસ કરશે.

પારડી મોતીવાડાની કોલેજિયન યુવતી સાથે અગિયાર દિવસ પહેલાં બનેલા રેપ વિથ મર્ડરના કેસમાં પોલીસ ટીમને રવિવારના રોજ વાપી સ્ટેશનથી આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાહુલ જાટે ટ્રેનોમાં ચોરી, લૂંટફાટ સાથે બળાત્કાર અને હત્યાના પણ કેટલાક ગુનાઓ દેશનાં અલગ અલગ રાજ્યોમાં કબૂલી લેતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. વિકૃત માનસિક ધરાવતા રાહુલે 25 દિવસમાં જ પાંચ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી. રવિવારની રાતે વાપી પોલીસના હાથે ઝડપાયા પહેલાં પણ સવારે તેણે ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મ કરી તેની ઠંડા કલેજે હત્યા કરી હોવાની કબૂલાત કરતાં વિકૃત માનસિક રાહુલની પૂછપરછમાં વધુ કેટલાક વણ ઉકેલ્યા ગુનાઓ ઉકેલવાની શક્યતા વર્તાઈ રહી છે તેમજ આ કેસમાં પણ તેની વધુ પૂછપરછ હાથ ધરી તેમજ પુરાવાઓ એકઠા કરવાના આશયથી વલસાડ પોલીસે તેણે કોર્ટમાં રજૂ કરી 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

વલસાડ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાનાx તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરાઇ હતી. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેનાં કપડાં ઘટનાસ્થળેથી મળ્યાં હતાં. ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યાંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્ત્વનાં સાબિત થયાં હતાં. ઘટના સમયના 2 કલાક પહેલાં વાપી રેલવે સ્ટેશનના CCTV ફુટેજમાં યુવક હોવાનું દેખાઈ રહ્યું હતું. CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની 10 ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ઝડપી પાડ્યો હતો.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot