
રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર અને વલસાડ યુથ ડિપ્લોમસી સમિટ દ્વારા વલસાડ માં એમ. યુ. એન. યોજાઈ જેમાં વિવિધ દેશોના રાજદૂતો દ્વારા સોવિયેત અફઘાન વોર અંગેની ચર્ચા કરવામાં આવી. જેમાં ચેર તરીકે મિસ્ટી નાયક, રીનાઝ પઠાણ અને કશિષ ધ્રુવ હેડ ટેબલ પર રહી આ સમગ્ર બે દિવસીય કોન્ફરન્સ ને હેન્ડલ કરી હતી. વલસાડ યુથ ડિપ્લોમસી ના ફાઉન્ડર આશુતોષ કૌશિક અને રાજવીર દ્વારા આ એમ. યુ. એન. ને સફળ બનાવવા અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કુલ 40 ડીપ્લોમેટ દ્વારા બે દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી. 

આ સમગ્ર આયોજન ના પ્રોજેક્ટ ચેર રો. દીપેશ શાહ અને રો. સુનિલ જૈન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને આ પ્રોજેક્ટ ના સપોર્ટર જેસીઆઇ વલસાડ, રોટરી ક્લબ વલસાડ, ઇન્ટરેક્ટ ક્લબ વલસાડ અને ત્રયમ ફાઉન્ડેશન નો આભાર માન્યો હતો. સફળ આયોજન બદલ રોટરી કલબ ઓફ વલસાડ રેન્જર ના પ્રમુખ રો.મનોજ જૈન અને સેક્રેટરી રો. ભારત જૈન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.





